ખસા પ્રા. શાળામાં ચાલે છે મોતના ઓથાર નીચે શિક્ષણના પાઠ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-26 10:42:43
  • Views : 1249
  • Modified Date : 2019-06-26 10:42:43

બનાસકાંઠા જિલ્લામાં ઘણી જગ્યાએ પ્રાથમિક શાળાઓની હાલત બદતર છે છતાંય આવી શાળાઓમાં બાળકો જીવના જાખમે અભ્યાસ કરે છે. આવી જ એક શાળા ખસા ખાતે આવેલ છે. આ શાળા જર્જરીત હાલતમાં છે અને છ મહિના પહેલા શાળાના મકાનને ઉતારી લેવાની મંજૂરી મળી છે. પરંતુ હજુ સુધી આ કામગીરી કરવામાં આવી નથી. તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
પાલનપુર તાલુકાના ખસા ખાતે આવેલી પ્રા. શાળામાં શાળાના ઓરડાઓ જર્જરીત હાલતમાં છે અને બાળકોને બેસવા લાયક નથી. ઓરડાઓની દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે અને છત ઉપર નળીયા અને પતરાં પણ તુટેલી હાલતમાં છે. આ શાળામાં મોતના ઓથાર નીચે ૨૦૦ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ગામલોકો અને વાલીઓએ સ્કૂલમાં આવી રજૂઆત કરી હતી. આ અંગે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે અમોએ લેખિતમાં રજૂઆત કરી છે અને શાળાને ડેમેજ જાહેર કરવામાં આવ્યુ છે પરંતુ ઘણો સમય થઈ ગયો હોવા છતાં મકાન ઉતારવા માટેનો કોઈ હુકમ કરવામાં આવ્યો નથી. આ પરિÂસ્થતિમાં અમારે બાળકોને જર્જરીત મકાનમાં બેસાડવા પડે છે. સરપંચ દ્વારા પણ સરકારી તંત્રને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. સેવાસેતુ કાર્યક્રમમાં પણ રજૂઆત કરેલી પરંતુ કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી અને બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નહી આવે તો અમો ગામલોકો અને વાલીઓ જિલ્લાપંચાયત કચેરીએ ધરણાં કરીશું.
સરકારી તંત્ર શિક્ષણને લઈને મોટોમોટા તાયફા કરી રહ્યુ છે ત્યારે જિલ્લાના વડા મથકની બાજુમાં જ આવેલ ગામની સરકારી શાળાની હાલત આવી હોય તો અંતરીયાળ વિસ્તાજની હાલત કેવી હશે તે વિચારવા જેવી બાબત છે. સત્વરે  તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને મોતના મુખમાં અભ્યાસ કરતાં બાળકોની વ્હારે આવે તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News