પાલનપુરમાં શિક્ષણમાં દાન આપનાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-23 14:38:18
  • Views : 462
  • Modified Date : 2019-12-23 14:38:18


પરીવારના નામાભિધાન સમારોહ યોજાયોબનાસકાંઠાના રાજપૂત સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ આવે તેવા હેતુથી સમાજના દાતાઓ દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવા માટે કટિબદ્ધ છે અને આજે પાલનપુર ના સરસ્વતી કેળવણી મંડળમા ૨ દાતાઓએ દાન કરી સૌથી મોટું શિક્ષણ દાન કર્યું હતું પાલનપુર ની સરસ્વતી કેળવણી મંડળમાં આજે નામાભિધાન સમારોહ યોજાયો હતો.રાજપૂત સમાજના અને ઢેલાણા ગામના વતની કેસરસિંહ પરમાર અને ઉદેસિંહ સોલંકીના પરીવાર દ્વારા તેમની માતાના નામે  લાખો રૂપિયાનું સમાજને દાન કર્યું હતું રાજપૂત સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને શિક્ષણમાં જાગૃતતા આવે જેથી આજે રાજપૂત સમાજના દાતાઓએ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની ફેકલ્ટીઓમાં દાન આપ્યું હતું જો કે સમાજના અન્ય દાતાઓએ પણ આ કેળવણી મંડળમાં પોતાનું યોગદાન પ્રદાન આપ્યું હતું પરંતુ જે પ્રકારે છેલ્લા કેટલાય સમયથી રાજપૂત સમાજમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે શિક્ષણમાં જાગૃતિ આવી છે અને જેને લઇને આવા દાતાઓ પણ પોતાનો સમાજ સમાજની સાથે શિક્ષણમાં ચાલે એ હેતુથી સમાજની શિક્ષણમાં ઉચ્ચ સ્તર પર લાવવાનો પ્રયાસ થયો હતો.જેથી આજરોજ પાલનપુર સરસ્વતી હાઇસ્કુલ ખાતે જીઆઇડીસી અધ્યક્ષ બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને નામાઅભિધાન સમારોહ યોજાયો હતો,જેમાં દાતાઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. 


Download Our B K News Today App



Related News