દિયોદરના રાંટીલા પ્રા.શાળાની શિક્ષિકાનો આપઘાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-23 14:26:50
  • Views : 439
  • Modified Date : 2019-12-23 14:26:50

દિયોદર તાલુકાના પાલડી ગામે રહેતી અને રાંટીલા ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક સંતાનની માતાએ દારૂડિયા પતિના ત્રાસથી આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ મામલે દિયોદર પોલીસે પતિની અટકાયત કરી ૩ ઈસમો સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.જાણવા મળતી માહિતી મુજબ દાંતા તાલુકાના ગોધણી ગામની શિક્ષિકા સોનલબેન રાજદીપસિંહ વાઘેલાને આઠ માસ પહેલા દિયોદર તાલુકાના રાંટીલા ગામે સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી મળતા સોનલબેન વાઘેલા તેના પતિ સાથે દિયોદરના પાલડી ગામે રહેવા આવી હતી અને રાંટીલા ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. સોનલબેન દારૂડિયા પતિના શારીરિક અને માનસિક ત્રાસના કારણે ગત ૨૧/૧૨/૨૦૧૯ રોજ આપઘાતકરતા ભારે ચકચાર મચી જવા પામી હતી.  મૃતક સોનલ વાઘેલાના પિતા નાથુસિંહ પહાડસિંહ ચુડાવતે દિયોદરપોલીસ મથક ખાતે ફરિયાદ આપતા રજુઆત કરેલ કે મૂળ રાજસ્થાનના ઉદેપુરના રહેવાસી છે.  સોનલ સહુથી મોટી દીકરી હતી. જેના લગ્ન ૧૦ વર્ષ અગાવ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ગોધણી ગામે રહેતા રાજદીપસિંહ વાઘેલા સાથે સમાજના રીત રિવાજ લગ્ન થયા હતા.  લગ્નના સમય ગાળા દરમિયાન એક દીકરાનો જન્મ થયો હતો.  છેલ્લાં આઠ વર્ષથી દહેજના કારણે અવાર નવાર સોનલ અને જમાઈ રાજદીપસિંહ વાઘેલા સાથે બોલાચાલી થતી હતી.  આઠ માસ અગાવ સોનલ વાઘેલાને દિયોદરના રાંટીલા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી મળતા પાલડી મુકામે રહી શિક્ષિકા તરીકે ફરજ નિભાવતી હતી. જેમાં ગત તારીખ ૨૧/૧૨/૨૦૧૯ ના રોજ સાંજના સમય રાજદીપસિંહ વાઘેલાએ ફરિયાદીને ફોન કરી જણાવેલ કે સોનલ મરણ ગયેલ છે તેવી જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા. જેમાં સોનલ વાઘેલાનું મુત્યુ શંકાસ્પદ હોવાનું દેખાતા સોનલ વાઘેલાએ આપઘાત કર્યો હોવાનું જણાતા પરિવારજનોએ દિયોદર પોલીસને જાણ કરતા દિયોદર પોલીસ ઘટના સ્થળ દોડી આવી મૃતકની લાશને પી.એમ.અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મૃતકના પિતાની ફરિયાદ લઇ આરોપી  રાજદીપસિંહ દિલીપસિંહ વાઘેલા, દિલીપસિંહ વાઘેલા અને શિવુંબા દિલીપસિંહ વાઘેલા ત્રણે રહે. ગોધણી તાલુકા દાંતા, જિ. બનાસકાંઠા વિરુદ્ધ ઇ.પી.કો. કલમ ૩૦૬, ૪૯૮, (ક) ૩૨૩, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



Download Our B K News Today App



Related News