હારીજ તાલુકાના દુનાવાડા ગામે નળકંઠાની સીકોતર માતાજીની રમેલ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 06:24:47
  • Views : 505
  • Modified Date : 2019-04-15 06:24:47

ચૈત્ર મહિનો દેવીઓની ઉપાસનાનો મહિનો છે. ચૈત્ર મહિનામાં માતાજીની રમેલની રમઝટ જામે છે. હારીજ તાલુકાના દુનાવાડા ગામે બિરાજમાન નળકંઠા સીકોતર માતાજીની રમેલ ચૈત્ર સુદ-૮ ને શનિવારના રોજ યોજાઈ. જે રમેલ (જાતર)માં દુરદુરથી પધારેલ ભુવાજીઓ મોડી રાત સુધી માતાજીના ગુણલા ગાઈ ભાવિક ભાઈ બહેનોને ખમ્મા મજાના આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ ઉગતા સૂર્યદેવની સાક્ષીએ માતાજીને તેલફૂલ ચઢાવ્યા હતાં. ત્યારબાદ દુનાવાડા સુથાર પરિવાર દ્વારા તમામ ભુવાજી અને મહેમાનો સાથે પાવળિયાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. અને સૌએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ રમેલમાં સમાજના આગેવાનો દુનાવાડા સમસ્ત સુથાર ભાઈઓ ખડેપગે રહી માતાજીનો પ્રસંગ ઉજવ્યો હતો.  સુથાર વિરચંદભાઈ કમાભાઈ ભુવાજી, સુથાર ગોવિંદભાઈ કમાભાઈ, સુથાર ગણપતભાઈ ચમનભાઈ, સુથાર જલારામભાઈ, સુથાર સાગરભાઈ, સુથાર ગૌતમભાઈ વગેરે હાજર રહી સુંદર આયોજન કર્યુ હતું. 


Download Our B K News Today App



Related News