ડીસામાં વહાણવટી સિકોતર માતાની રમેલ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 11:10:50
  • Views : 582
  • Modified Date : 2019-04-29 11:10:50

ડીસા શિવનગર ખાતે ગતરોજ શ્રી વહાણવટી સિકોતર માતાની  રમેલ યોજવામાં આવેલ હતી. મુળ કાકોશીના વતની ઈશ્વરભાઈ બારોટના સુપુત્ર ચિ.સુનિલભાઈએ પોતાના પુત્ર ચિ.વિરાટ (બાહુબલી) ની માનતાની રમેલ યોજી હતી. આ રમેલમાં ગામ પરગામથી ઘણાં બઘા ભુવાઓ આવેલ. રમેલની શરૂઆતમાં શ્રી વહાણવટી સિકોતર માતાની પૂજા અર્ચના કરી પાઠ ઢાળી  કરી હતી. આ રમેલમાં સર્વે ભૂવાએ ધુણ કરી માતાના દર્શન કરાવી આશીર્વાદ પાઠવ્યા હતા.અઘાર ગામથી પધારેલ ભૂવા  ભરતભાઈએ ઘુણ કરી સર્વ   ઉપસ્થિત જનમેદની  ને માતા જહુમા ના દર્શન કરાવી શુભાષિસ પાઠવ્યા હતા.ધુણ કરેલ સર્વ ભૂવાઓનું સુનિલભાઈ બારોટે શાલ અને રોકડ ભેટ આપી સન્માન કર્યુ હતુ .અને સવારે ઉગતા સૂર્યનારાયણની હાજરીમાં તેલફુલ ચડાવી નીજ મંદિર પરત ફર્યા હતા. ત્યાર બાદ સૌએ ભોજનપ્રસાદ લઈ માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.


Download Our B K News Today App



Related News