કાંકરેજ તાલુકાના માનપુર ગામે વહાણવટી સિકોતર માતાજીની રમેલ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 06:07:34
  • Views : 666
  • Modified Date : 2019-04-20 06:07:34


કાંકરેજ તાલુકાનામાનપુર(શિહોરી) ગામે વહાણવટી સિકોતર માં જોગણી માં, મેલડીમાં તથા ગોગા મહારાજની રમેલ યોજાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને ભુવાજી વાઘેલા મેતુભા હિરસિંહ, અમરતભાઈ રાવળદેવ ભુવાજી, વદનસિંહ રૂપસિંહ વાઘેલા ભુવાજી, ચેલુંભા અભેસિંહ આકોલી ભુવાજી, મગનભાઈ લેભાભાઈ દેસાઈ, અજીમતાજી ભુવાજી સહિતના અનેક નામી અનામી ભુવાજી, ભક્તો તથા શ્રધ્ધાળુઓ દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જેમાં માતાજીના દર્શન કરી ભોજનપ્રસાદ લીધો હતો. જોકે માનપુર સિકોતર માતાજીના દર્શન કરવા માટે દૂરદૂરથી મોટી સંખ્યામાં લોકો આવે છે અને પોતાની માનતા સાથે મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે. તેમજ દેવી શક્તિના હજારો પરચા આવા હળહળતા કળયુગમાં પણ પુરાવા સાથે  જોવા મળે છે. જેમાં માનપુર ગ્રામજનો તથા મંદિરના આયોજકોએ એક એક તાંબાનો કળશ દરેક દીકરીને ભેટમાં આપ્યો હતો. આ રમેલમાં લાખો રૂપિયાનો ખર્ચો દાતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ભોજન દાતા તેમજ ચા-નાસ્તાના દાતા, વાજિંત્રના દાતા, ફુલહારના દાતા, શાલના દાતા, પત્રિકાઓના દાતા, રસોઈ બનાવનાર દાતા, તેમજ સાઉન્ડના દાતા  તરીકે સુબાજી ચમનજી ઠાકોર અને નટાજી રૂપાજીએ ખાસ કરીને મહત્વની ભૂમિકા ભજવી હતી.આમ વિક્રમ સંવત ૨૦૭૫ને ચૈત્ર સુદ ચૌદસની અજવાળી રાત્રે માં સિકોતરની જાતર રમેલમાં હજારો ભાવિકોએ દર્શન કર્યા હતા અને પછી ધૂણ મોડા સુધીમાં ચાલી રહી હતી. ત્યારે અનેક દેવી દેવતા તથા ભુવાજીએ પાવળીયા હાકોટા વગાડ વગાડ કરી માતાજીની રેગડીઓ કરી હતી. આમ માનપુરના જાગૃત યુવાનો દ્વારા ચા પાણીની સુંદર રીતે વ્યવસ્થા કરી હતી અને આવનારદર્શનાર્થીઓને પ્રેમથી મીઠો આવકાર આપ્યો હતો. જોકે દર ત્રીજા વર્ષે માતાજીની જાતર રમેલનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે ગામની દરેક દીકરીઓને ફરજિયાત માંના દર્શન કરવા માટે આવવું પડે છે અને માતાજી સદાય તેમની ઉપર કૃપા કરી સુખ સમૃદ્ધિ અને આરોગ્ય સારું રાખે છે. જે માનપુર ગામના વતની વાઘેલા ઉદેસિંહે જણાવ્યું હતું. શિહોરી થરા આકોલી, સાબરકાંઠા,અમદાવાદ,કચ્છ ચુવાળના મહેમાનો પણ દર્શન કરવા માટે પધાર્યા હતા.



Download Our B K News Today App



Related News