શિક્ષણમાં પછાત સરહદી વાવ તાલુકાના યુવાનોનું પ્રેરણાદાયી પગલુંવાવના માડકાના યુવાનોએ બનાવી વિવેકાનંદ જ્ઞાન પરબ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 12:35:53
  • Views : 504
  • Modified Date : 2019-06-11 12:35:53

શિક્ષણમાં પછાત ગણાતા સરહદી વાવ તાલુકામાં શિક્ષણનું સ્તર ખુબ જ નીચું છે. તો વળી રાજ્ય સરકાર દ્વારાપણ અનેક કાર્યક્રમો અને લોકજાગૃતિ અભિયાનો દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વાવ તાલુકાના માડકા ગામના યુવાનો દ્વારા રૂ ૧.૪૫ હજારના સ્વખર્ચે સ્વામી વિવેકાનંદ જ્ઞાન પરબ લાઈબ્રેરી ૧૫મી જૂને ખુલ્લી મુકવામાં આવશે. ગામના યુવાનોને અવનવા પુસ્તકોનું જ્ઞાન મળી રહે તે માટે અનોખી પહેલ ગામના યુવાનોએ કરી છે. સરહદી વાવ તાલુકાના ખુબ જ ઓછા પ્રમાણમાં ગામડાઓમાં લાઈબ્રેરી હોય છે. ત્યારે બાળકોને પણ અવનવા પુસ્તકોનું જ્ઞાન મળતું જ નથી. પરિણામે વાવ તાલુકામાં શિક્ષણનું સ્તર નીચું જવા પામ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલ ગામડાઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા પણ ખાસ કરીને પૌઢ શિક્ષણ, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ અનેક ખાસ કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે. ત્યારે સરહદી વાવ તાલુકાના યુવાનોનું આ પ્રેરણાદાયી પગલું સમગ્ર તાલુકાના યુવાનો, વડીલો અને ગ્રામજનો માટે ખુબ જ મહત્વનું ગણી શકાય તેમ છે.   સમસ્ત માડકા ગ્રામજનો દ્વારા જ્ઞાન પરબ પુસ્તકાલયમાં શ્રીમદ્દ ભાગવત ગીતાજી, મહર્ષિ વાલ્મિકી રચિત રામાયણ, શ્રી શિવ પુરાણ, ચાર વેદોના પુસ્તકોથી લઈને ધાર્મિક, રમુજી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશેના, સાંસ્કૃતિક તેમજ સમાજ જીવન માટે ઉપયોગી આશરે ૨૦૦૦ કરતાં પણ વધારે  પુસ્તકો જ્ઞાન પરબમાં હોવાનું શિક્ષક રાજેશભાઈ દવેએ જણાવ્યું હતું.



Download Our B K News Today App



Related News