દાંતા-કાંસાના બંગાળી ચંદન ઘોનો મામલો ઃ શિકારીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-11 10:46:31
  • Views : 536
  • Modified Date : 2020-10-11 10:46:31

દાંતા-અંબાજી વન્ય અભયારણ્યને અડીને આવેલા કાંસાના જંગલમાં ચંદન ઘોનો શિકાર કરતી ટોળકી વન વિભાગે ઝડપી હતી. જેને દાંતા કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે વનવિભાગના અધિકારીઓએ ચંદન ઘોના શિકારીઓને ઘટનાસ્થળે લઈ જઈને
રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું.
ગાંધીનગર વન્ય જીવ વર્તુળના વન સંરક્ષક (સીએફ) નાયબ વન સંરક્ષક અને મદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુરુવારે સઘન વોચ દરમિયાન રિક્ષા નંબર જીજે ૦૮ એવાય ૦૫૨૬ પર શંકા જતા ઉભી રખાવી તાપસ કરતા એક થેલીમાં ૫ મૃત અને ૨ જીવિત બંગાળી મોટી ચંદન ઘો મળી આવી હતી. આ ઘટનાના પગલે દાંતા તાલુકા વાઈલ્ડ લાઈફ વોર્ડન અને આરએફઓ દ્વારા વન્ય જીવ અધિનિયમ  મુજબ ગેરકાયદેસર શિકાર તેમજ તસ્કરી કરનાર મોતીનાથ ભીખનાથ મદારી અને દાનુબેન જોગનાથ મદારી (બન્ને રહે.
ઈન્દિરાનગર, દાંતા) તેમજ રીક્ષા ડ્રાઈવર મહેન્દ્ર ભભૂત ઓડ (રહે. શાંતિનગર, દાંતા) ની મુદ્દામાલ સહિત કાયદેસરની કાર્યવાહી કરતા વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ ત્રણેય આરોપીઓને શુક્રવારે સાંજે દાંતા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન આરએફઓ  મુકેશકુમાર માળીએ ૭ દિવસની રીમાન્ડની માંગણીને અનુલક્ષી વધુ શિકાર અને તસ્કરી રોકવા અને બહાર લાવવા દાંતા કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે શિકારી ટોળકી કઈ રીતે શિકાર કરતા હતા. તેની જાણકારી મેળવવા માટે વનવિભાગના અધિકારીઓએ આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઇને સમગ્ર ઘટનાનો રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

Download Our B K News Today App



Related News