કાંકરેજ તાલુકાની શિહોરી કોર્ટે ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા તથા ૫૦૦૦ નો દંડ ફટકાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-03 12:26:58
  • Views : 440
  • Modified Date : 2019-04-03 12:26:58


કાંકરેજ તાલુકાની શિહોરી કોર્ટમાં ફરિયાદી રમેશભાઇ અજાભાઇ પટેલ (રહે. ખસાવાળા)એ આરોપી દિનેશભાઇ જીવણભાઇ પટેલ (રહે. સોખડા,
તા.વિજાપુરવાળા)ને કપાસનું બિયારણ કિંમત રૂ.૩,૧૭,૫૦૦ બાકીમાં
 આપેલ. જેના વળતર પેટે આરોપીએ ચેક આપ્યો હતો. જે ચેક રીર્ટન થતાં ફરિયાદીએ શિહોરી કોર્ટમાં ક્રી.કેસ.નં ૮૮૦/૦૭ થી ફરિયાદ દાખલ કરેલ હતી. આ ઉપરાંત રમેશભાઇ દુદાભાઇ (રહે. જાખેલવાળા)એ ઉપર દર્શાવેલ આરોપી દિનેશભાઇ જીવણભાઇ પટેલને બિયારણ રૂ.૪,૭૦,૦૦૦ નું બાકીમાં આપેલુ હતું. જેના વળતર પેટે આરોપીએ ચેક આપેલો જે ચેક રીટર્ન થતાં ફરિયાદીએ  કેસ.૮૮૧/૦૭ ફરિયાદ દાખલ કરાવેલ હતી.
 આ બંને કેસની સુનાવણી શિહોરી કોર્ટમાં ચાલતાં ફરિયાદીના વકીલો જે.એસ.
પટેલ તથા આર.કે.મનસુરીની ધારદાર દલીલોને ધ્યાને લઈ શિહોરી જ્યુ.મેજી.ડી.જી.વાઘેલાએ આરોપીને એક વર્ષની સજા તથા ૫,૦૦૦ નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા ફટકારી.


Download Our B K News Today App



Related News