બુકોલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી શિહોરી પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-05 11:27:21
  • Views : 489
  • Modified Date : 2019-12-05 11:27:21

બુકોલી ગામે બનેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ૩ આરોપીઓને સોના-ચાંદી ના દાગીના અને રોકડ મળી રૂ.૧,૯૨,૫૦૦ ના તમામ અસલ મુદ્દામાલ સાથે શિહોરી પોલીસે ઝડપી પાડયો હતો.
સુભાષ ત્રિવેદી પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા  તરૂણ દુગ્ગલ 
પોલીસ  અધિક્ષક  બનાસકાંઠા, નાયબ પોલીસ અધિક્ષક
પી.એચ.ચૌધરી તથા સર્કલ પો. ઇ.  નાઓએ ઘરફોડ ચોરી શોધી કાઢવા આપેલ  સુચના અને માર્ગદર્શન આધારે અમો સ્ટાફના માણસો સાથે
પેટ્રોલિંગમાં હતા દરમ્યાન અમોને તથા
પો.કો.સાગરભાઈને બાતમી મળેલ કે બુકોલી ગામે થયેલ ઘરફોડ ચોરીનો માલ લઈ ત્રણ ઈસમો મો.સા. પર બેસી વેચવા માટે જઇ રહેલ છે જે બાતમી આધારે  આરનિવાડા ગામે વોચમા હતા દરમ્યાન બાતમી વર્ણનવાલી મો.સા. આવતા ઉભી રખાવી ત્રણેયના નામ ઠામ પૂછતા ભરતજી પચાણજી
ઠાકોર, પરેશજી રાજુજી સોલંકી બને રહે, બુકોલી ગામ,
 તા.કાંકરેજ અને   વિહતસિંહ શંકરજી ઠાકોર રહે, ધાનોધર ગામ, તા.ચાણસ્માનાઓની પાસેથી ચોરીમાં ગયેલ સોનાના દાગીના ૬ તોલા, ૨.૫. કિલો ચાંદી અને રોકડા ૪૯,૮૭૦ મળી ઘરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ અસલ ઘરેણા રોકડ સહિત રિકવર કરી શિહોરી પો.સ્ટે.  ૮૩/૨૦૧૯ આઈ.પી.સી. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો શોધી કાઢી સંડોવાયેલ તમામ ૩ આરોપીઓની ધરપકડ કરેલ છે. તેમજ આરોપી ન.૩ ચાણસ્મા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન. ૮૫/૨૦૧૯ આઈપીસી ૩૬૩, ૩૬૬ ના કામે પણ ભાગેડુ હોઈ તે તથા ભોગ બનનાર પણ મળી આવેલ છે.
આ કામગીરી પો.સ.ઇ. એમ.બી.દેવડા, હે.કો.વદનાજી, રણજીતસિંહ, તલોદકુમાર, હરદાસ ભાઈ તથા પો.કો. સાગરભાઈ, જગુભા, શૈલેષભાઇ, ચારણભાઈ નાઓએ કરેલ છે.

Download Our B K News Today App



Related News