શિહોરી- દિયોદર રોડ પર ગાંડા બાવળો વધી જતાં અકસ્માતનો ભય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-16 16:27:11
  • Views : 470
  • Modified Date : 2019-09-16 16:27:11

કાંકરેજ તાલુકામાં શિહોરી- દિયોદર રોડ પરથી ચીમનગઢ ગામમાં જવા માટે બે કિમીનું અંતર છે. ચીમનગઢ, જાલમોર, કાકરાલા, નાણોટા ગામને જોડતા રોડ પર બંને સાઇડમાં ખૂબ દબાણ થઈ જતાં આજે ગાંડા બાવળનો ખૂબ ત્રાસ વધતાં આ રસ્તા પર ગામલોકો અને વાહનવ્યવહારને અક્સ્માત થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આમ રોડની બંને સાઇડના બાવળો યમદૂત બનીને ઊભા છે. આમ શનિવારના વડા ગામના યુવાને બાઈક અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. તથા અન્ય એક યુવાન ગંભીર હાલતમાં  છે. ત્યારે તંત્ર ઘોર નીંદરમાંથી ક્યારે જાગશે? ભાજપ પક્ષના કાંકરેજ તાલુકાના પ્રમુખ ડાયાભાઈ પીલીયાતરના ગામમાં જવા માટે રસ્તો સારો  નથી. તો શું આ રસ્તો કાંકરેજના સત્તાધિકારીઓ અને પદાધિકારીઓને નહીં દેખાતો હોય માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર આ બાબતે સત્વરે માર્ગના ગાંડા બાવળને દૂર કરવા માટે પગલા લે અને આ બાવળ કોઈના માટે યમદૂત બને તે પહેલાં દૂર કરવાની ઉગ્ર માંગ ઉઠી છે તેમજ ત્રણ ગામને જોડતો આ માર્ગને મોટો કરવામાં આવે અને એસ.ટી બસ ચાલુ થાય તો કન્યાઓને શિક્ષણ આપી શકાય. આમ આવા આવા બિસ્માર માર્ગમાં પોતાનું વાહન લઈ કન્યાઓ શિક્ષણ માટે જવાનું પસંદ નથી કરતી ત્યારે મીડિયાના સહકારથી તંત્રની નજરમાં આ રસ્તા પરના ગાંડા બાવળ દૂર કરે તેવી જાગૃત નાગરિકોની માંગ છે.

Download Our B K News Today App



Related News