ડીસામાં સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય આચરનાર આરોપીએ સિદ્ધપુરમાં ગળે ફાંસો ખાધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-09 11:14:14
  • Views : 1344
  • Modified Date : 2020-08-09 11:14:14

ડીસા શહેરના બેકરી કુવા
પાસે રહેતા યુવકે એક માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાન આરોપીને નજર કેદ રાખી પોલીસ કોરોના ટેસ્ટ માટે કોવિડ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્યારે નજરકેદમાં રહેલો આરોપી ત્યાંથી નાસી છુટ્યો હતો. જેની શનિવારે સિદ્ધપુર નદીના પટમાં ઝાડ સાથે ફાંસો ખાધેલી અવસ્થામાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે.
આ ઘટનાની વિગત એવી છે કે, સિદ્ધપુરના પસવાદળ
પોળ પાસે સિકોતર માતાજીના મંદિર સામે વાંકા કૂવા નજીક ૩૦ વર્ષના યુવકની ઝાડીઓમાં ઝાડ ઉપર ફાંસો ખાધેલી હાલતમાં યુવકની મળી આવ્યો હતો.જે અંગે લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવકની લાશ ઉતારી પંચનામું કર્યું હતું. અને લાશને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી.આ ઘટનામાં યુવકની ઓળખ પ્રસ્થાપિત કરી તેના
પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જોકે પોલીસે આ યુવકે આત્મહત્યા કરી છે કે હત્યા કરીને કોઈએ આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે તે અંગે
પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ ઘટનાના
પગલે પંથકમાં ચકચાર મચી ગઇ છે.

Download Our B K News Today App



Related News