જૂનાડીસાના પૌરાણિક સિદ્ધેશ્વર મહાદેવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-03 11:03:21
  • Views : 564
  • Modified Date : 2020-09-03 11:03:21

સિધ્ધરાજ જયસિંહ એ ગુજરાતના રાજા તરીકે સોલંકી વંશમાં એક શક્તિશાળી અને લોકપ્રિય રાજા તરીકેની પ્રખ્યાત પ્રસિદ્ધિ મેળવી હતી. પોતાની માતા મીનળ દેવીના કહેવાથી તેમણે ઘણા લોક કલ્યાણના કાર્યો કર્યા હતા. તેઓ ખૂબ જ ધર્મપ્રેમી રાજા હતા, માટે તેમને ઘણી બધી જગ્યાએ હિન્દુ મંદિરની
સ્થાપના પણ કરી હતી. એમાંનું એક છે આ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિર અને શિવલિંગની સ્થાપના રાજા સિધ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવી હતી. જેથી આ મંદિરનું નામ સિદ્ધેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું હતું. હજારો વર્ષ પહેલા સિધ્ધરાજ જયસિંહ એ શિવલિંગ અહીં સ્થાપીને તેની તપસ્યા કરી હતી. આજે
પણ અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા અને શિવની ભક્તિ માટે પધારતા હોય છે. શ્રાવણ મહિનામાં અહીં મોટો યજ્ઞ યોજવામાં આવે છે. આ દિવસે આસપાસના ગામ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે છે. આ શિવલિંગ ખૂબ જ
પૌરાણિક અને ઐતિહાસિક હોવાથી રાજ્યમાંથી પણ લોકો તેના દર્શન કરવા આવતા હોય છે. સિધ્ધરાજ જયસિંહ દ્વારા શિવલિંગની સાથે સાથે અહીં સિધ્ધામ્બિકાની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી હતી અને ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું. આજે આ બન્ને મંદિર ખાતે દર્શનાર્થીઓની ભારે ભીડ જામતી હોય છે અને ભક્તો દર્શન કરીને ખૂબ જ આનંદ અને ધન્યતા અનુભવે છે.

Download Our B K News Today App



Related News