સિદ્ધપુર યોગાંજલિ કેળવણી મંડળ દ્વારા વનાસણ ગામમાં વિના મુલ્યે આંખ તપાસ અને મોતિયા નિદાન કેમ્પ યોજાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-26 11:32:13
  • Views : 332
  • Modified Date : 2021-09-26 11:32:13

     સિદ્ધપુર યોગાંજલિ કેળવણી મંડળ ૧૯૭૪થી સિધ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામમાં સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં કાર્યરત સંસ્થા છે. યોગાંજલિ કેળવણી મંડળ અને જ્યોતિ હોસ્પિટલ વિસનગરના સંયુક્ત ઉપક્રમે સિદ્ધપુર તાલુકાના વનાસણ ગામમાં વિનામૂલ્યે આંખ તપાસ તેમજ મોતિયા નિદાન અને ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંખની બીમારી, મોતિયો, જામર, વેલ, પરવાળા વગેરે તકલીફોનું નિદાન કરવામાં આવ્યું. કેમ્પમાં કુલ ૧૦૭ દર્દીઓએ આંખની તપાસ કરાવી હતી. જેમાં ૨૧ દર્દીઓને મોતીયાનું નિદાન કરવામાં આવ્યું હતું. તમામ દર્દીઓને વિસનગર ખાતે વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવ્યું. કેમ્પમાં વિસનગર જ્યોતિ હોસ્પિટલની ટીમ તેમજ યોગાંજલિ સંસ્થામાંથી કુ. જીજ્ઞાબેન દવે, કુ. કૈલાસબેન પટેલ, સેજલબેન રાવળ, ગાંડાજી ઠાકોર, કીર્તીજી ઠાકોર તેમજ વનાસણ ગામમાં સરપંચશ્રી સોમાજી ઠાકોર અને ઇલાબેન નાયી, ચૌહાણ અનિલભાઈએ  કેમ્પને સફળ બનાવવા સેવા આપી હતી. યોગાંજલિ કેળવણી મંડળ દ્વારા સિધ્ધપુર તાલુકાના અલગ અલગ ગામમાં દર મહિનાના ત્રીજા મંગળવારે કેમ્પનું નિયમિત આયોજન કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News