સિદ્ધપુરમાં આજથી 7 દિવસના મેળાનો પ્રારંભ થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-11 14:07:17
  • Views : 485
  • Modified Date : 2019-11-11 14:07:17

પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો ભવ્યાતિ ભવ્ય કાત્યોકના મેળોનો આજથી પ્રારંભ થયો છે. જે સાત દિવસ ચાલતા આ મેળામાં 10 લાખથી વધુ લોકો ઉમટી પડશે. જેને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ છે.આમ ઉત્તર ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ માતૃગયા તિર્થ સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાનો કાત્યોકનો મેળો સોમવારથી આરંભ થઇ રહ્યો છે.જેમાં  સિદ્ધપુર પાલિકા દ્વારા કાર્તિકી પૂર્ણિમાનો મેળા શરૂ થશે. જે મેળામાં સિદ્ધપુર 108ના પાયલોટ અને ઈ.એમ.ટી તેમજ સિદ્ધપુર ફાયર ફાઈટરની ટીમ 24 કલાક ખડે પગે તૈનાત રહેશે. આમ મેળાને કારણે નદીના પટમાં મનોરંજનના સાધનો, નાસ્તાના સ્ટોલો, ઈન્ડેક્ષ્ટ સી દ્વારા ગૃહઉદ્યોગને લગતાં સ્ટોલો, ડિઝાસ્ટાર મેનેજમેન્ટ, હેલ્થ વિભાગ, સખીમંડળ દ્વારા ગૃહઉદ્યોગના પ્રદર્શન અને વેચાણના પ્લોટોનું આયોજન કરવામાં આવનાર છે. આમ મેળામાં પીવાના પાણીની સુવિધા સારૂ પુરતા કલોરીનેશન સહિતનું પાણી શહેરમાં તેમજ નદીના પટમાં અલગ અલગ જગ્યાએ પાણીના જાહેર સ્ટેન્ડો તથા પરબો મુકવામાં આવશે તથા ઊંટ,ઘોડાઓને પાણી પીવા માટે હવાડાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.આમ મેળાના પગલે નગરપાલિકાના ચિફ ઓફીસર જીગ્નેશ બારોટએ જણાવ્યું હતું કે નગરમાં પાણી,સફાઇ,લાઇટ,સ્વચ્છતા અને આરોગ્યની વ્યવસ્થા ગોઠવાઇ છે. જેમાં પાલીકાના તમામ કર્મચારીઓ સાત દિવસ સતત ફરજ પર રહેશે.આમ મેળામાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે.આમ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક યક્ષરાજ મકવાણાની સૂચના મુજબ ડીવાયએસપી સી.એલ.સોલંકીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં 2 ડીવાયએસપી, 4 પીઆઇ, 22 પીએસઆઇ, 345 પોલીસ, 4 ઘોડેશ્વાર, 8 દૂરબીન, 20 મેટલ ડીટેકટર, 2 બોમ્બ ડીસ્પોઝલ, 44 મહિલા પોલીસ, 250 હોમગાર્ડ્ઝ,150 જીઆરડી, 5 વોચટાવર દ્વારા સુરક્ષા થશે.આમ એસ.ટી તંત્ર દ્વારા 500 ટ્રીપોનું સંચાલન કરાશે.જેમાં ઇન્ચાર્જ ડેપો મેનેજરે જણાવ્યા મુજબ મેળામાં 50 એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. જેમાં 25 બસો અમદાવાદ રૂટ પર,15 પાટણ રોડ પર, 5 ખેરાલુ , 5 કોઇટા વડગામ તરફ દોડશે. કુલ મળીને 500 ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે માટે 24 કલાક ઓનલાઇન રિઝર્વેશન પણ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News