સિધ્ધપુરનાં સુજાણપૂર હાઈવે પર આવેલ જીઆઈડીસીની ચાર ફેક્ટરીની ઓફિસોના તાળા તૂટ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-03 11:59:10
  • Views : 449
  • Modified Date : 2019-04-03 11:59:10

સિદ્ધપુરના સુજાણપુર હાઇવે પર આવેલ જીઆઇડીસીમાં આવેલ ૪
ફેકટરીઓની ઓફિસના તાળા તોડી તસ્કરોએ હાથફેરો કર્યો જેમાં નાની મોટી રોકડ અને
પાના પક્કડ જેવી ચીજ વસ્તુઓની ચોરી થવા પામી હતી.
સિદ્ધપુરના સુજાણપુર જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર ૫૪ માં સિદ્ધિ વિનાયક માઇક્રોનના માલિક પટેલ મુકેશભાઈ માધવલાલની ઓફિસનો દરવાજો તોડી પ્રવેશ કરી ટેબલના કબાટમાં રહેલ રૂ. ૮૦૦૦ રોકડાની ચોરી કરી હતી તેમજ પ્લોટ ૫૫ માં બ્રહ્માની સિમેન્ટ પ્રોડક્ટ્‌સના માલિક પટેલ જગદીશભાઈ
પીતાંબરદાસની ઓફિસની બારી તોડી તસ્કરોએ પ્રવેશ કરી ઓફિસમાંથી પાના પક્કડ વગેરે સામાન ચોરી કરેલ જયારે પ્લોટ ૫૭ માં પટેલ વિનોદકુમાર
પરસોત્તમદાસની ઓફિસમાં તસ્કરોએ કોટ કુદી અંદર પ્રવેશ કરી ઓફિસના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી તિજોરી ટેબલના ખાના તોડી તેમાં રહેલ રૂ ૩૮૦૦ રોકડાની ચોરી હતી અને પ્લોટ ૭૫ પાર્થ ઇન્ડસ્ટીઝના માલિક હર્ષભાઈ યાજ્ઞિકની ફેક્ટરીમાં તસ્કરોએ પ્રવેશ કરી પાના પક્કડ વગેરેનો માલ સામાનની ચોરી કરી હતી. આ અંગે ફેક્ટરીઓના માલિકો દ્વારા સિદ્ધપુર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. જોકે તસ્કરો ચોરી કરવા આવતા સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News