સિદ્ધપુર પોલીસે મર્ડર કેસના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-23 12:22:44
  • Views : 540
  • Modified Date : 2021-08-23 12:22:44

     સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામે તારીખ 20 ઓગસ્ટના રોજ બપોરે દેવીપુજક દિનેશભાઈ બબાભાઈ ને કોઈ ઈસમે ઢોર માર મારી મોત નિપજાવેલ હતું જે ગુનાનાં આરોપી ને સિદ્ધપુર પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો.આ અંગેની વિગત એવી છે કે સિદ્ધપુર તાલુકાના લિલિયા ગામે પટેલ કમલેશભાઈ ઉર્ફે લાલાભાઇ ઉર્ફે માંઢીયો એ પૈસાની લેતીદેતીમાં બપોરના સમયે દેવીપુજક દિનેશભાઈ બબાભાઈ ને લાકડાના ધોકા વડે ઢોરમાર મારતા પોતાના હાથે ખૂન થઈ જતા આરોપી લાલો સવારે મૃતક ના ઘરે જઈ તમારા છોકરાની લાશ પડી છે લઈ જાઓ એમ કહીને નીકળી ગયો હતો ત્યારબાદ કીધેલી જગ્યા પર કુટુંબીઓએ તપાસ કરતા ખેતરમાં દિનેશની લાશ પડેલી હતી શનિવારે સવારે સિદ્ધપુર પોલીસને જાણ કરાતા બિલીયા ગામ એ સ્થળ પર જઇ  મૃતકનું પંચનામુ કરી તરત તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે ટીમ બનાવી આરોપી કમલેશ પટેલ ઉર્ફે લાલો ઉર્ફે માંઢીયો રહે.બીલીયા વાળાને સિદ્ધપુર પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

 

 

Download Our B K News Today App



Related News