સિદ્ધપુર પોલીસે જીઆઇડીસી ફેક્ટરીમાંથી વેસ્ટેજ માલની ચોરી કરનારી ગેંગને ઝડપી પાડી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-26 12:24:19
  • Views : 259
  • Modified Date : 2021-07-26 12:24:19

     સિદ્ધપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધપુરના હાઈવે પર આવેલ જીઆઇડીસી પ્લોટ નંબર 85માં ભાડે રાખી અને ફેક્ટરી ચલાવતા હારુંન અબ્દુલ રહીમએ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદમાં નોંધવ્યા પ્રમાણે તેઓની ફેક્ટરી તારીખ 20 જુલાઈના રોજ પોતાની ફેક્ટરી બંધ કરીને ગયા હતા ત્યારે તારીખ 21 જુલાઇના બકરી ઈદ હોવાથી ફેક્ટરીમાં રજા હોવાથી તારીખ 22 જુલાઇ સવારે ફેક્ટરી પર આવતા ફેક્ટરીની અંદર ખુલ્લા કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલ સ્ટીલ અને લોખંડનો જથ્થો કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. આ અજાણ્યા ઈસમો દ્વારા ફેક્ટરીની દિવાલ કૂદીને લોખંડ 50 કિલો વેસ્ટેજ માલની કિંમત 1500 અને સ્ટીલના 827 કિલો વેસ્ટેજ માલની કિંમત રૂપિયા 70,000 જેમાં કુલ ટોટલ71,500 નો મુદ્દામાલ ચોરી કરી લઇ જતાં આ અંગે હારુંણ અબ્દુલ રહીમ સુણસરાએ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જોકે સિદ્ધપુર પોલીસે ગુનો નોંધી તેની ત્વરીત તપાસ પીઆઇ ચિરાગ ગોસાઈ દ્વારા હાથ ધરી હતી ત્યારે બાતમી મળી હતી કે આ ચોરીમાં ગયેલો માલ દેથળી રોડથી સિદ્ધપુર તરફ બ્લુ કલરના અતુલ શક્તિ છકડા નંબર‌ GJ.24.W.5968 માં ભરીને આવી રહ્યો છે જેથી છકડાને રોકી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું

Download Our B K News Today App



Related News