સિદ્ધપુર પાલિકાને 1.39 કરોડની ગ્રાન્ટ મળતાં વિકાસકીય કાર્યો થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-16 13:53:07
  • Views : 409
  • Modified Date : 2019-09-16 13:53:07

રાજ્યમાં નગરપાલિકાઓના વિકાસ અર્થે રાજ્ય સરકારે 14માં નાણાંપંચ હેઠળ ગ્રાન્ટનો સુચારુ વપરાશ કરનાર નગરપાલિકાઓને પરફોર્મન્સ ગ્રાન્ટ ફાળવેલ છે જે અંતર્ગત પાટણ જિલ્લામાં સિદ્ધપુર નગરપાલિકાને રૂ.1.39 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવેલ છે જેમાંથી નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવશે.નગરપાલિકામાં સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ગાઈડલાઈન મુજબ ઝડપી વપરાશ કરનારને પરફોર્મન્સ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જે અંતર્ગત સિધ્ધપુર નગરપાલિકાને રૂ.1.39 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે આ સાથે અગાઉ મળેલ નિયમિત ગ્રાન્ટ રૂ.2.95 કરોડ તથા પરફોર્મન્સ ગ્રાન્ટ રૂ.1.39 મળી અંદાજે રૂ.4.35 કરોડના વિકાસકામો વર્ષ 2019-20 દરમિયાન હાથ ધરવામાં આવશે હાલમાં સિદ્ધપુર નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ.2.92 કરોડના કામો,14માં નાણાપંચ હેઠળ રૂ.3.40 કરોડના કામો, ભૂગર્ભ ગટર સુધારણા યોજના હેઠળ રૂ.2.45 કરોડના કામો પ્રગતિમાં છે.આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં અટલઘાટનું રૂ.15 કરોડનું કામ મંજૂરી અર્થે મોકલેલ છે આમ આવનારા દિવસોમાં સિધ્ધપુર નગરપાલિકામાં વર્ષ 2020 ના અંત સુધીમાં રૂ.30 કરોડથી વધુના કામો હાથ ધરી પૂર્ણ કરવામાં આવશે તેવો આશાવાદ પાલિકા પ્રમુખ વર્ષાબેને વ્યક્ત કર્યો હતો. ત્યારે પાલિકા પણ ગ્રાન્ટનો સદઉપયોગ કરીને વિકાસકાર્યો ઝડપી કરે તેવી માંગ નાગરીકો કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News