સિદ્વપુર-માતાના મઢ એક્સપ્રેસ બસ શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-03 18:23:59
  • Views : 531
  • Modified Date : 2019-10-03 18:23:59

સિદ્વપુરથી માતાના મઢ જવા માટે નવીન અેક્ષપ્રેસ બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે .આ પ્રસંગે ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરી બસરુટમાં આવતા ગામનાં આગેવાનો તેમજ અેસટી માન્ય ત્રણેય યુનિયનનાં પ્રતિનિધી હાજર રહ્યા હતાં.સિદ્વપુર ડેપો દ્વારા ચાલુ કરાયેલી આ બસ દરરોજ સાંજે ૫:૦૦ કલાકે સિદ્વપુરથી ઉપડી વહેલી સવારે ૫:૦૦ કલાકે માતાના મઢ પહોંચશે.જી.આઈ.ડી.સીના ચેરમેન બલવંતસિહ રાજપુતે આ બસનો લાભ સિદ્વપુર ઉપરાંત સરસ્વતિ તાલુકાના શ્રદ્વાળુઅો મુસાફરોને બહોળી સંખ્યામાં મળી રહે તે માટે કરેલી અંગત ભલામણને ધ્યાને રાખી એસટી નિગમે આ બસ ઉપરોક્ત રૂટ ઉપર ચાલુ કરી હોવાનું જાણવા મળેલ છે.

Download Our B K News Today App



Related News