સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાની હરાજીમાં 40 લાખની બોલી બોલાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-25 17:26:38
  • Views : 306
  • Modified Date : 2019-10-25 17:26:38

સિદ્ધપુરમાં આગામી કાર્તિકી પૂર્ણિમાનો મેળો આવતો હોય નગરપાલિકાનાં હોલમાં કાર્તિકી પૂર્ણિમાની હરાજી યોજાઇ હતી જેમાં રૂ.40 લાખ રકમ ની છેલ્લી બોલી લગાવવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રૂ.47.71 લાખ જેવી માતબર રકમ આવેલ હતી પરંતુ આ વર્ષે તેમાં રૂ.7.71 લાખ નો ઘટાડો જોવા મળ્યો હતો. આ અંગે હરાજીમાં ગોવિંદભાઈ રાવળ વિરમગામ વાળા એ ઊંચી રૂ.40 લાખની બોલી લગાવતા તેમને મેળો ફાળવવામાં આવ્યો હતો હરાજીમાં 11 પરવાનેદારોએ ભાગ લીધો હતો.ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા હરાજી યોજાઈ ગઈ હતી પરંતુ રૂ.35લાખથી ઉંચી બોલી નહીં વધતાં છેવટે મુલતવી રાખવામાં આવી હતી જે ફરી સોમવારે યોજાઇ હતી.અા હરાજી દરમિયાન નગરપાલિકા હોલમાં નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પંડ્યા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અજીતભાઈ મારફતિયા, સીઓ જીગર બારોટ સહિત નગર પાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Download Our B K News Today App



Related News