સિદ્ધપુર-કાકોશી ફાટક પર સર્વિસ રોડ બનાવવા માટે આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 14:46:02
  • Views : 411
  • Modified Date : 2020-02-19 14:46:02

સિદ્ધપુર ખાતે કાકોશી ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી અંતર્ગત પ્રશ્નોના નિકાલ માટે પાલિકા અને પ્રાંત અધિકારીની ઉપસ્થીતીમાં બેઠક યોજાઇ હતી. જેમાં કાકોશી ફાટક પર ઓવરબ્રિજ બનતો હોવાથી વાહનચાલકો અટવાય છે. જેને લઇ તાત્કાલીક સર્વિસ રોડ બનાવવા તંત્ર દ્વારા આદેશ કરાયો છે.જેમાં સિદ્ધપુર ખાતે કાકોશી ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી અંતર્ગત પ્રશ્નોના નિકાલ માટે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મંગળવારના મિટીંગમાં ઓવરબ્રિજની કામગીરી ઝડપથી કરવા તેમજ બ્રિજના નીચે સર્વિસ રોડ બનાવવા સુચના આપી હતી. જેથી રાજપુર ગામ આજુબાજુની સોસાયટીઓ તેમજ પૂર્વ તરફના ગામડાઓને સદર રસ્તાનો લાભ સત્વરે મળી શકે સ્થળની સ્થિતિની ચકાસણી માટે પાલિકાના પ્રમુખ વર્ષાબેન પંડ્યા, મુખ્ય અધિકારી જે.એલ પટેલ, સદસ્ય મનીષભાઈ આચાર્ય, નટુભાઈ પટેલ, રણજીતસિંહ ચૌહાણ, ભરતભાઈ મોદી, વિષ્ણુભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, નેશનલ હાઈવેના ડેપ્યુટી ઇજનેર મહેતા ,બ્રિજના કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિ સ્થળ વિઝીટ કરી જરૂરી ચર્ચાવિચારણા કરી સત્વરે સર્વિસ રોડ બનાવવા સૂચના આપવામાં આવી હતી. તેમજ સર્વિસ રોડને નડતરરૂપ ઇલેક્ટ્રીક પોલ તેમજ ટેલિફોનના થાંભલા દૂર કરવા સૂચના આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News