સિદ્ધપુર સરસ્વતી નદીના તટેબ્રહ્માંડેશ્વર મહાદેવના પરીસરમાં મોઢ-ઘાંચી સમાજના લોકો દ્વારા બાબરી સરામણી વિધિ કરવામાં આવે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-07 15:09:29
  • Views : 413
  • Modified Date : 2019-11-07 16:46:29

સિદ્ધપુર સરસ્વતી નદીના તટે આવેલ સ્વયંભૂ બ્રહ્માંડેશ્વર મહાદેવના પરીસરમાં આવેલ ઢગલા બાપજીના મંદિર ખાતે પાટણ જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના મોઢ-મોદી સમાજના લોકો  દ્વારા તર્પણ વિધી, માતૃતર્પણ, પિતૃતર્પણ, પુત્ર શ્રાદ્ધ, બાબરી, રગડી (સમૂહ ભોજન) નો ધાર્મિક વિધાનો પ્રારંભ થયો છે. જે વિધિમાં અબાલ-વૃધ્ધ સૌ લોકો ઢગલા બાપજીની બાધા-આખડી પૂરી કરી સરામણી વિધિ કરે છે. તેમજ લોકમેળાનો કારતક સુદ નોમથી પ્રારંભ થતાં હજારોની સંખ્યામાં મોઢ-ઘાંચી સમાજના લોકો બાબરી સરામણી વિધિ માટે ઉમટી પડે છે. આમ પાટણવાડા મોઢ ઘાંચી સમાજના કોઈપણ વ્યક્તિ દેશ પરદેશ રહેતો હોય તેને આ વિધિ કરવા માટે અચૂક આવવું પડતું હોય  છે. જેમાં નાના બાળકથી માંડીને  વયોવૃધ્ધ લોકો પોતાના પરિવાર સાથે  આવી  ઢગલા બાપજીની માનતા તેમજ સરામણવિધિ પૂરી કરે છે. આ મેળામાં પાટણ, મહેસણા, ખેરાલુ, વિસનગર, પાલનપુર, ડીસા, વાગડોદ, અમદાવાદ, મુંબઈ વગેરેથી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતાં હોય છે. જેમને આ જ્ઞાાતિ દ્વારા રહેવા-જમવા, લાઈટ, પાણી, સુરક્ષા સહિતની સગવડો આપવામાં આવે છે. આ સ્થાનકે શહેરીજનો પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડે છે અને મંદિરમાં ઢગલા બાપાજીનો દિવો પ્રગટાવી ખાંડ ઘી નો પ્રસાદ ચડાવી પોતાની બાધા પૂરી કરે છે.

Download Our B K News Today App



Related News