ડીસાના જેરડા ગામે બીમાર નંદીને સારવાર આપી નવું જીવનદાન અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-13 10:52:26
  • Views : 203
  • Modified Date : 2022-04-13 10:52:26

ડીસા તાલુકાના જેરડા ગામે છેલ્લા ઘણા સમયથી ગામમાં નંદી બીમારીથી પીડાતા આમ તેમ ફરતો હતો.નંદીના શરીરમાં વધતી જતી બીમારીના પગલે તેના શરીરમાં જીવાત પડી ગઈ હતી.જેના કારણે છેલ્લા ઘણા સમયથી નંદી પીડા અનુભવતો હતો.જે બાદ છેલ્લા ઘણા સમયથી ગાયો માટે સેવા કરતા અને  જેરડા ગામે રહેતા ગૌરક્ષક હિન્દૂ એકતા નિર્માણ સંઘની ટીમ જેરડા અને કંસારીના ભરતસિંહ, સંજયભાઈ દવે, સુરપાળસિંહ સહિત અન્ય લોકો ભેગા મળી બીમારીથી પીડાતા નંદીને પકડી તેની મહામુસીબતે સારવાર કરવામાં આવી હતી.ખાસ કરીને બીમારી સિવાય શરીરમાં જીવાત ના કારણે છેલ્લા ઘણા સમયથી હેરાન થઈ રહેલા નંદીની સારવાર કરવામાં આવતા નંદીને નવું જીવનદાન આપવામાં આવ્યું છે.જેરડા ગામ ખાતે નંદીની સારવાર કર્યા બાદ તેને છોડી મુકવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News