દાંતીવાડા ડેમમાંથી ૨૦૦ ક્યુસેક પાણી નહેરમાં છોડાયું બનાસકાંઠા-પાટણના ૧૧૦ ગામોને સિંચાઈનું પાણી મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-31 12:07:04
  • Views : 615
  • Modified Date : 2020-10-31 12:07:04

બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી શુક્રવારથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની શરૂઆત કરાઇ છે. જેનો લાભ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ૧૧૦ જેટલા ગામોને મળશે. અને ૧૭ હજાર હેક્ટર જમીનમાં સિંચાઇ માટે પાણી મળી રહેશે.
ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લા અને રાજસ્થાનના
ઉપરવાસમાં પડેલા  ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બાલારામ નદી અને બનાસ નદીમાં  પાણીની સારી આવક થઇ હતી. જેના કારણે છેલ્લા ત્રણ વર્ષથી કોરોધાકોર પડેલો દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતા નોંધપાત્ર ભરાયો હતો. ચાલુ વર્ષે ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમની જળ
સપાટી ૫૯૧ મીટર સુધી પહોંચી ગઇ હતી. જેના કારણે બનાસકાંઠા  અને પાટણ જિલ્લાના  ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
ગત વર્ષે દાંતીવાડા ડેમમાં નહિવત જેટલું પાણી હતું. જેના કારણે આજુબાજુના વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા ખેતી
પાકને નુકસાન થયું હતું.
દાંતીવાડા ડેમ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન છે. અને આ ડેમમાં પાણી ભરાયેલું હોય તો તેનો લાભ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પણ ૧૫૦ જેટલા ગામો લને મળી રહે છે. ત્યારે આ વર્ષે ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં સારા પાણીની આવક થતાં તેનો લાભ હવે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ૧૧૦ ગામના જેટલા ખેડૂતોને થયો છે. અને ૧૭ હજાર હેક્ટર જમીનમાં આ
દાંતીવાડા ડેમના પાણીથી સિંચાઈ કરી ખેડૂતો તેનો લાભ  મેળવી રહ્યા છે. જેથી ખેડૂતોને સિંચાઇ પાણી મળતા ખુશખુશાલ બન્યા છે.

Download Our B K News Today App



Related News