સુરતમાં ભાઈ-બહેન પિતાના અંતિમ સંસ્કાર પતાવી પરીક્ષા આપવા પહોંચ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-16 12:29:37
  • Views : 300
  • Modified Date : 2024-03-16 12:29:37

સુરત સહીત ગુજરાતમાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા હાલ ચાલી રહી છે. સુરતની ભાઈ-બહેને કપરી સ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ પોતાના ભણતરને મહત્વ આપીને પરીક્ષા આપી હોવાનો સુરતમાં એક કિસ્સો સામે આવ્યો છે. રાતે પિતાનું મૃત્યુ નિપજ્યા બાદ સવારે અંતિમ સંસ્કાર કરી દીકરી ધોરણ 10 અને 12નું પેપર આપવા પરીક્ષાએ કેન્દ્રમાં પહોંચી ગયા હતા.સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12નીબોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આ ખૂબ જ મહત્વની પરીક્ષા માનવામાં આવે છે. જોકે આ બોર્ડની પરીક્ષામાં સુરતમાંથી એક દયનિય કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થી ભાઈ – બહેને અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ હિંમત બતાવી છે.અડાજણ વિસ્તારમાં રહેતી કશિશ પ્રકાશભાઈ કદમ અને તેનો ભાઈ ધ્રુવ પ્રકાશભાઈ કદમ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.  બંને ભાઈ બેન ની જીવનની મહત્વની પરીક્ષા ચાલી રહી છે.  ગત મોડીરાત્રીએ 11:30 વાગ્યાની આસપાસ તેમના પિતા પ્રકાશભાઈ કદમનું અચાનક નિધન થઈ ગયું હતું. પિતાના મૃત્યુને લઈ બંને બાળકો પરીક્ષા આપી શકશે નહીં તેવુંસંબંધીઓ માની રહ્યા હતા.  ઘરમાં પિતાના અચાનક અવસાનને લઇ શોક અને ગમગીન માહોલ હતો. પિતાને ગુમાવ્યાના દુઃખમાં બંને હતા. બંને માટે કારકિર્દી અને પારિવારિક સંબંધની લાગણીની બેવડી પરીક્ષા હતી. પિતાના સપનાને પૂર્ણ કરવા ભાઈ – બહેને પિતાની અંતિમવિધિ પૂર્ણ થઈ ગયા બાદ પરીક્ષા સેન્ટર પર પરીક્ષા આપવા પહોંચી ગયા હતા.વિદ્યાર્થીની વાત કરતા જણાવ્યું હતું કે મારા પિતા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. છેલ્લા થોડા સમયથી ચાલવામાં પણ તકલીફ પડતી હતી. તેઓ બેંકમાં નોકરી કરતા હતા. અને મારી માતા બ્યુટી પાર્લર નું કામ કરી અમને ભણાવતા હતા. જોકે ગઈકાલે રાત્રે 11:00 વાગ્યા બાદ પપ્પાને અચાનક જ વધારે પ્રોબ્લેમ થવા લાગી હતી. અને અચાનક જ ઢીલા પડી ગયા અને પથારીમાં જ ઢળી પડ્યા હતા.વિદ્યાર્થીએ વધુમાં જણાવ્યું હતું કે પપ્પાનું સપનું હતું કે અમે સારા માર્ક સાથે પાસ થઈએ અને જીવનમાં એક સારામાં સારા માણસ બનીએ તેવી ઈચ્છા હતી. આ કારણે અમે મન મક્કમ બનાવી લીધું હતું. દીકરીનું આજનું સામાન્ય વિજ્ઞાનનું પેપર હતું. અંતિમ સમયની મહેનત પણ થઈ શકી ન હતી અને અનેક મનમાં સવાલો હતા.જેને લઇ મને લાગતું ન હતું કે આજનું પેપર સારું લખી શકીશ.પરંતુ વિચાર્યા કરતા પણ વધારે આજનું પેપર સારું ગયું છે. પિતાએ આશીર્વાદ આપ્યા છે. 

Download Our B K News Today App



Related News