ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો શુભારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-19 11:24:48
  • Views : 409
  • Modified Date : 2019-12-19 11:24:48

કરોડો કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન, તીર્થસ્થાન અને શÂક્તપીઠ સમાન ઊંઝા ખાતે ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો શુભારંભ થઈ ચુક્યો છે. મા કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાનના અધ્યક્ષ પૂજ્ય મણીભાઈ પટેલ (મમ્મી)ના હસ્તે દિપ પ્રાગટ્ય અને અનંત વિભૂષીત જ્યોતી પીઠાધીશ્વર શારદાપીઠાધીશ્વર જગદ્‌ગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતિજી
મહારાજના આશીર્વચન સાથે ભવ્યાતિભવ્ય મહોત્સવનો હર્ષોઉલ્લાસ સાથે શુભારંભ થયો છે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ સમગ્ર વિશ્વમાં કડવા પાટીદાર સમાજને વિશ્વની શ્રેષ્ઠ પ્રજા તરીકે પ્રસ્થાપિત કરશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી  પુરષોત્તમભાઈ રૂપાલા, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ  જીતુભાઈ વાઘાણી, વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુ, મહેસુલ મંત્રી કૌશીકભાઈ પટેલ, ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ તથા અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી  જયેશભાઈ રાદડીયા લક્ષચંડી મહાયજ્ઞના સ્થળ ઉપર પધાર્યા હતા. જેમણે વિવિધ
પેવેલીયનના ઉદ્‌ઘાટન કર્યા હતા.
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં દિપ પ્રાગટ્ય પ્રસંગે મણીભાઈ પટેલે (મમ્મી) જણાવ્યું હતું કે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ માત્ર પાટીદાર સમાજનો ઉત્સવ નથી પરંતું દરેક જ્ઞાતી, દરેક સમાજ, દરેક ધર્મ અને સંપ્રદાયના
અનુયાઈઓ માટે પણ પ્રેરણાદાયી ઉત્સવ બની રહેશે. વિશ્વકલ્યાણની ભાવના સાથે આયોજીત ભવ્યાતિભવ્ય કાર્યક્રમ બાદ કડવા પાટીદાર સમાજ સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ પ્રજા તરીકે પ્રસ્થાપતિ થશે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના પ્રોજેક્ટ મેનેજર આઈ.એ.એસ. અધિકારી મહેન્દ્રભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં સૌથી મોટા મહોત્સવમાં વિવિધ પ્રકારના માઈક્રો પ્લાનીંગ કરવામાં આવ્યા છે. ખાસ કરીને પાટીદાર સમાજની યુવા પેઢીને વિશેષ જવાબદારી આપાવમાં આવી છે. યુવા પેઢી અત્યારે દાયિત્વ Âસ્વકૃત કરીને સેવા કાર્યો કરી રહી છે. જે પેઢી અનુભવ મેળવીને આગામી વર્ષોમાં ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમોના આયોજન કરશે. ઉપરાંત રાષ્ટ્ર ભાવના, સમાજ ભાવના, પારિવારીક ભાવના તેમનામાં વધારે દૃઢ બનશે. પશ્ચિમી સંસ્કૃતિના દૂષણોથી મુક્ત બનાવવા અને સંસ્કારી પેઢી માટે યુવા વર્ગ માટે મહોત્સવ મહત્વ પૂર્ણ સાબીત થયો છે.
વહેલી સવારે ભવ્ય યજ્ઞશાળામાં પ્રકાંડ, પંડિત ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે લક્ષચંડી મહાયજ્ઞનો શુભારંભ કર્યો હતો. ૧૧૦૦ યજમાનો સહિત ૩પ૦૦ શ્રદ્ધાળુઓએ મા ઉમિયાના જયઘોષ સાથે વિશ્વના સૌથી મોટા ધાર્મિક ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. લાકડાના ઘર્ષણથી અÂગ્નદેવનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારના લાકડા સમિદ અને ઔષધિઓનો હોમ કરવામાં આવ્યો હતો. બપોર બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉમિયા નગર ખાતે પધાર્યા હતા. જેમણે મહોત્સવનું ઉદ્‌ઘાટન કર્યું હતું. પાટીદાર સમાજ દ્વારા આયોજીત લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ અને માઈક્રો પ્લાનીંગથી ભારે પ્રભાવીત થયા હતા.
આ ઉપરાંત કેન્દ્રિય કૃષિમંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા એ મેડીકલ સેવા કેન્દ્ર અને એગ્રીકલ્ચર અને સંલગ્ન ઈન્ડસ્ટ્રીઝ પેવેલીયનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે પોલીસ અને સી.સી.ટી.વી. કંટ્રોલ રૂમ તથા મિડીયા લોન્જ કર્યું હતું. જ્યારે ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ સીરામીક ઈન્ડસ્ટ્રીઝ અને કન્ઝુમર્સ પ્રોડક્સ પેવેલીયનનું ઉદ્‌ઘાટન કર્યું હતું ગુજરાતના વાહનવ્યવહાર મંત્રી  આર.સી. ફળદુએ અન્નપૂર્ણાકક્ષ અને જેમ્સ ઝવેલરી એન્ડ મેકીંગ ફાયનાન્સ પેવેલીયનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ગુજરાતના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે ગ્લોબલ ઈનોવેશન કોન્કલેવ પેવેલીયન તથા ઉર્જામંત્રી  સૌરભભાઈ પટેલે નોનકન્વેન્સલ એન્ડ ક્લીન એનેર્જી પેવેલીયન તથા અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના મંત્રી જયેશભાઈ રાદડીયાએ આર્ટ એન્ડ ક્રાફ્ટ માર્કેટ પેવેલીયનનું લોકાર્પણ કર્યું હતું.
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના ઉદ્‌ઘાટન સાથે પપ૦ એકરમાં સૌથી મોટો મહોત્સવ ઉજવાયો હોવાથી બેસ્ટ ઓફ ઈÂન્ડયા રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવ્યો હતો. આ ઉપરાંત વિવિધ પ્રકારના ૭ જેટલા રેકોર્ડ બેસ્ટ ઓફ ઈÂન્ડયા રેકોર્ડમાં નોંધાયા હતા. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના આયોજકોના માઈક્રોપ્લાનીંગ અને અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયોના કારણે સફળતા પૂર્વક પ્રસંગનો શુભારંભ થયો હતો. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવએ માત્ર ધાર્મિક ઉત્સવનથી ધર્મની સાથે કર્મનાસિધ્ધાંત પર આધારીત અત્યંત મહત્વપૂર્ણ લક્ષએક્ષ્પોનું આયોજન કરવામાં
આભાર - નિહારીકા રવિયા  આવ્યું જેમાં ૧પ૦ થી વધારે ડોમ ઉભા કરવામાં આવ્યા છે. વિશ્વકક્ષાના લક્ષએક્ષ્પોમાં ગુજરાતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓએ ભાગ લીધો છે.
કડવા પાટીદાર સમાજ માટે અત્યંત મહત્વપૂર્ણ લક્ષચંડી મહાયજ્ઞ અંતર્ગત મા નુ તેડુ, ઘેર ઘેર દીવો, મા અમે તૈયાર છીએના આયોજન કરવામાં આવ્યા હતા. ઘેર ઘેર દીવા માટે રૂ. ર૦૦ ની હુંડી રજૂ કરવામાં આવી હતી આ ઉપરાંત કડવા પાટીદાર સમાજ સહિત તમામ જ્ઞાતી, સમાજ, ધર્મ અને સંપ્રદાયના અનુયાઈઓને આમંત્રણ આપવા માટે મા નુ તેડું વિશ્વભરના ૧ર૬ દેશમાં મોકલવામાં આવી હતી. મા નુ તેડું ના તમામ સ્થળ પર ઉમળકાભેર વધામણા કરવામાં આવ્યા હતા. જ્યારે ર૦,૦૦૦ થી વધારે સ્વયંસેવકો દાયિત્વ Âસ્વકૃતિ કરી લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવને સફળતા પૂર્વક પાર પાડવા માટે દૃઢ સંકલ્પ શÂક્ત, આત્મ વિશ્વાસ અને મા ઉમિયાજી પ્રત્યેની અતુટ શ્રધ્ધા વ્યક્ત કરી હતી. વિશ્વના સૌથી મોટા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ ન ભૂતો ન ભવિષ્યતી બની રહેશે. પાટીદાર સમાજના અગ્રણીઓ, દાનેશ્વરી અને ઉદ્યોગપતિઓએ ઉછમણીમાં ઉમળકાભેર ભાગ લઈને ગણતરીના કલાકોમા કરોડો રૂપિયાના દાનનો ધોધ વહાવી મા ઉમિયાજી પ્રત્યે અતુટ આસ્થા અને શ્રધ્ધા વ્યક્ત કરી હતી. સનહાર્ટ ગ્રૃપના ડિરેક્ટર ગોવિંદભાઈ વરમોરાએ ૪.પ૦ કરોડ રૂપિયાની ઉછામણીમા ભાગલઈને મહાયજ્ઞના મુખ્ય યજમાન બન્યા હતા. આ ઉપરાંત દૈનિક રૂ. ૧૧૦૦૦ ના પાટલામાં કડવા પાટીદાર ઉપરાંત દલીત સમાજ, રબારી સમાજ, પશુપાલક સમાજ, ખારવા સમાજ, આદીવાસી સમાજ, સહિત તમામ જ્ઞાતિના શ્રધ્ધાળુઓએ નામ નોંધાવી સમાજ સમરસતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.
આ ઉપરાંત ઊંઝા તાલુકા અને વિસનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની બહેનોને કમિટી બનાવવામાં આવી હતી જેમાં ૧૦,૦૦૦ થી વધારે દાયિત્વ સ્વીકૃત કરનાર બહેનોએ સેવા યજ્ઞમાં ઉમળકા ભેર ભાગ લીધો હતો. આર્થિક જવાબદારી, પારીવારીક જવાબદારી સહિતની તમામ જવાબદારીઓ હોવા છતાં પણ મહિલાઓએ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના પ્રત્યેક કાર્યક્રમોમાં ભાગલીધો હતો. ૮૦૦ વિઘા જેટલી વિશાળ જમીન પર આયોજીત લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ માટે ભવ્યાતિભવ્ય યજ્ઞશાળાનુ નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં પ્રકાંડ અને જ્ઞાની પંડીતો દ્વારા લક્ષચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યું છે.
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના શુભારંભ પહેલા વિવિધ પ્રકારના ૪ જેટલા રેકોર્ડ પ્રસ્થાપતિ કરવામાં આવ્યા છે. તા. ૧૮ ડિસેમ્બરથી રર ડિસેમ્બર દરમિયાન યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે મહત્વપૂર્ણ સ્થાપિત થશે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં લક્ષ એક્ષ્પો, બાળ નગરી અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજનો આકર્ષણરૂપ બની રહ્યા છે. પાંચ દિવસ દરમિયાના ૬૦૦ થી વધારે લોકો હેલીકોપ્ટરમાં દર્શને મંદિર અને યજ્ઞશાળા પર પૂષ્પ વર્ષા વરસાવશે.

Download Our B K News Today App



Related News