શું ગુજરાતમાં કોરોનાના વધતાં જતાં કેશથી મુખ્યમંત્રી રૂપાણીનો ભોગ લેવાશે .. ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-07 17:07:53
  • Views : 1534
  • Modified Date : 2020-05-07 17:20:09

કોરોના કેસના મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમ ઉપર છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ મામલે નિષ્ફળ નિષ્ફળ નીવડ્યા હોય તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી તેમજ સોસિયલ મીડિયામાં વિજય રૂપાણી મુખ્યમંત્રી પદ ઉપરથી ખસેડવામાં આવશે તેવા મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે મનસુખ માંડવીયા વડાપ્રધાન મોદીના વિશ્વાસુ વ્યક્તિ તરીકેની છાપ ધરાવે છે.  ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તેવામાં મુખ્યમંત્રી નિષ્ફ્ળ રહ્યા હોવાની નોંધ છેક દિલ્હી સુધી લેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાત ભાજપ રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયાને હાઈકમાન્ડનું તેડું આવ્યું છે. જેને લઈને ગુજરાતની સત્તા બદલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તેવામાં ગુજરાતની સત્તાનો તાજ તેમના માથે પહેરાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સાથે ઠેર ઠેર ચર્ચાઓ ઉઠી છે. મનસુખ માંડવિયાના નજીકના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ, તેમને દિલ્હી ભાજપ હાઈકમાન્ડે મિટિંગ માટે બોલાવ્યા છે. આ મિટિંગમાં તેમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માટેની ચર્ચા થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તેવો મેસેજ સોસિયલ મીડિયામાં વાયરલ થયો હતો . 

Download Our B K News Today App



Related News