શ્રીમતી એસ.આર.પટેલ એન્જીનિયરીંગ કોલેજમાં પ્રોજેકટ ફેર યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-03 12:50:17
  • Views : 423
  • Modified Date : 2019-04-03 12:50:17



શ્રીમતી એસ.આર.પટેલ એન્જીનિયરીંગ કોલેજ ખાતે તા. ૨૯–૩૦ માર્ચ ૨૦૧૯ દરમિયાન ૮ માં સેમેસ્ટરના ડિગ્રી એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેકટ ફેરનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના તથા આજુબાજુની ઉત્તર ગુજરાતની
શાળા-કોલેજોના અંદાજિત ૮૦૦-૯૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળીને એન્જીનિયરીંગના ભવિષ્યના વિકાસ અને સંશોધન માટે પ્રોત્સાહન મેળવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સિવિલ, મિકેનિકલ અને કમ્પ્યુટર એન્જીનિયરીંગના કુલ ૫૨ જેટલા પ્રોજેકટ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. ઘણાં પ્રોજેકટને તો વિદ્યાર્થીઓએ વ્યવસાય ક્ષેત્રે પણ આગળ વિકસાવવા માટે પ્રતિબધ્ધતા પ્રસ્તુત કરી હતી.


Download Our B K News Today App



Related News