ડીસાના વાડીરોડ વિસ્તારમાં આજે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઇ કથાનો લાભ લીધો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-05 11:26:10
  • Views : 283
  • Modified Date : 2021-10-05 11:26:10

     ડીસાના વાડીરોડ વિસ્તારમાં પરમ પૂજ્ય સંતશ્રી મનસુખરામજી મહારાજ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મમાં ભક્તિનું એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિંદુ ધર્મમાં પૌરાણિક કથાઓ ખાસ મહત્ત્વ ધરાવે છે દર વર્ષે અલગ-અલગ વિસ્તારોમાં સંત મહાપુરૂષો દ્વારા કથાઓનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં મોટી સંખ્યામાં લોકો કથા સાંભળવા માટે જતા હોય છે ત્યારે ડીસાના વાડીરોડ વિસ્તારમાં પણ છેલ્લા 5 વર્ષથી પરમ પૂજ્ય સંતશ્રી મનસુખરામજી મહારાજ દ્વારા કથા રાખવામાં આવે છે.ત્યારે વર્ષે પણ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પરમ પૂજ્ય સંતશ્રી મનસુખરામજી મહારાજ દ્વારા વિસ્તારના ભક્તોને 9 દિવસ સુધી કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું.ત્યારે આજે છેલ્લા દિવસે પરમ પૂજ્ય સંતશ્રી મનસુખરામજી મહારાજ દ્વારા શ્રીમદ ભાગવત કથામાં જણાવ્યા પ્રમાણે લોકોને ભગવાનની ભક્તિ કરાવી દર્શન કરાવ્યા હતા. કથામાં વાડીરોડ વિસ્તાર સહિત આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી કથાનો લાભ લીધો હતો..

Download Our B K News Today App



Related News