કાંકરેજ તાલુકાના રૂની ગામે શ્રીમદ્દ ભાગવદ્દ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું .

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-12 12:09:28
  • Views : 324
  • Modified Date : 2021-11-12 12:09:28

 

   કાંકરેજ તાલુકાના રૂની ખાતે  કુળદેવી બ્રહ્માણી માતાજી તેમજ પરમ કૃપાળું પરમાત્માની કૃપાથી ગામની પાવન ધરામાં કળિયુગના ક્લેશો માંથી મુક્ત કરનારી પિતૃઓના  ઉદ્ધાર કરનારી તેમજ ભક્તિ અને મુક્તિ આપનારી શ્રીમદ્દ ભાગવત કથા સરીતા બ્રહ્મભટ્ટ બાબુલાલ છગનજી પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવદ્દ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરેલ છે.જેમાં પ્રથમ દિવસે પોથીયાત્રા રૂની શિવમંદિર થી કથા મંડપે પહોંચેલ ત્યારબાદ શ્રીમદ્દ ભાગવદ્દ માહાત્મ્ય,બીજા દિવસે શ્રી વરાહ અવતાર,ત્રીજા દિવસે શ્રી નૃસિંહ અવતાર,ચોથા દિવસે શ્રી વામન અવતાર-શ્રી રામાવતાર -શ્રી કૃષ્ણ જન્મોત્સવ, પાંચમા દિવસે શ્રી ગોવર્ધન લીલા (પૂજા), છઠ્ઠા દિવસે શ્રી રૂક્ષમણી વિવાહ, સાતમા દિવસે શ્રી સુદામા ચરિત્ર અને છેલ્લે આઠમા દિવસે નારાયણ યજ્ઞ-દશાશ યજ્ઞ હોમ કથાના વક્તા શાસ્ત્રી ધનેશ્વરભાઈ   તથા યજ્ઞના આચાર્ય કાંતિભાઈ મહારાજ  (જોષી),રાઘવેન્દ્ર કે.મહારાજ (જોષી)ના મુખે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પાવન પ્રસંગે  ૧૦૦૮ બળદેવનાથજી ગુરૂ વસંતનાથજી મહારાજ (દેવદરબાર જાગીરમઠ),.પૂ.મહામંડલેશ્વર મહંત ઘનશ્યામપુરી વગેરે પધારી આશિર્વચન આપશે.કથાના મુખ્ય મહેમાન કાંકરેજ ધારાસભ્ય અને ગુજરાત રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ પી.વાઘેલા, અતિથિ વિશેષ માર્કેટયાર્ડ થરાના ચેરમેન અણદાભાઈ આર.પટેલ, વગેરેએ કથાનો લાભ લીધેલ.

Download Our B K News Today App



Related News