ગુજરાતમાં શ્રીકાર વર્ષા: 59 તાલુકાઓમાં મેઘરાજાની એન્ટ્રી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-24 17:44:26
  • Views : 127
  • Modified Date : 2023-06-24 17:44:26

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.  રાજ્યનાં 59 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલનાં જાંબુઘોડામાં 3.7 ઈંચ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં  ગોધરામાં 3.5 ઈંચ, વડોદરાનાં દેસરમાં 2.7 ઈંચ, આણંદમાં 2.4 ઈંચ, કાલોલ અને હાલોલમાં 2-2 ઈંચ, ઉમરેઠ અને ઠાસરામાં 2-2 ઈંચ, સાવલી અને ઘોઘંબામાં 1.75 ઈંચ જ્યારે ધાનપુરામાં 1.5 ઈંચ, ગળતેશ્વર અને નડીયાદમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે. સાબરકાંઠા, આણંદ, દાહોદ, નર્મદા, ખેડા સહિતના વિસ્તારોમાં આજે મેઘરાજા વરસ્યા છે. સવારથી જ વરસાદ પડતા ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. તો લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી છે.આણંદ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. આણંદ, વિદ્યાનગર, કરમસદ અને વલાસણમાં વરસાદ  વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. વાવણી લાયક વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લામાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી રાજપીપળામાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે લોકોને ભારે બફારાથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડાના ડાકોરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેના કારણે ડાકોર પાણી-પાણી થઈ ગયું છે. ભારે વરસાદને કારણે ડાકોર મંદિર બહાર પાણી ભરાયા છે. ડાકોર સહિત કાલસર, ધુણાદરા, આગરવા, જાખેડ, સુઈ, વલ્લભપુરા, ગળતેશ્વર, સેવાલીયા, થર્મલ, મેનપુરા અને અંબાવ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે.  અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં ઉભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 25થી 30 જૂનમાં રાજ્યના ભાગો ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર-મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. આહવા, ડાંગ અને વલસાડના ભાગોમાં વરસાદ વરસાદ વરસી શકે છે. જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. જે ચોમાસાનો વિધિવત વરસાદ હશે. 

 

Download Our B K News Today App



Related News