શ્રી રાજપૂત કરણી સેનાનું થરાદ ગોસ્વામી સમાજ શંભુદલ યુવા પ્રમુખ દ્વારા સન્માન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-07 12:10:06
  • Views : 394
  • Modified Date : 2022-10-07 12:10:06

    શ્રી રાજપૂત કરણી સેના દ્વારા બનાસકાંઠા કરણી સેના અધ્યક્ષ અને  થરાદના રાજવી અર્જુનસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને વિજયા દસમી નિમિત્તે શોભાયાત્રા તેમજ શસ્ત્રપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. જેમાં થરાદ ગોસ્વામી સમાજ શંભુદલ યુવા પ્રમુખ અને હિન્દુ ધર્મ સેના પ્રમુખ અને ભારત વિકાસ પરિષદ સક્રિય મેમ્બર એવા અતિત ગુલાબગીરી શાન્તીગીરી અને તેમના ચિરંજીવી પુત્ર અતિત દિલીપગીરી દ્વારા કરણી સેનાનું સ્વાગત ફુલહાર સાલ અને ત્રણ તલવાર આપી  સન્માન કર્યુ હતું.

Download Our B K News Today App



Related News