સિધ્ધપુરના મેત્રાણા ગામે પારંપારિક શ્રી ચાચરેટદાદાનો મેળો ભરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 06:23:06
  • Views : 568
  • Modified Date : 2019-04-13 06:23:06

 સિÎઘપુર તાલુકાના ગાગલાસણ ગામના પાટીદાર સમાજના મેત્રાણા મુકામે આવેલ ચાચરેટદાદાના મંદિરે ચૈત્ર સુદ સાતમ ના રોજ શ્રી ચાચરેટદાદાના મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં દર્શાનાર્થીઓ દર્શન કરવા ઉમટી પડયા હતા.
વર્ષાેથી પરંપરા અનુસાર ગાગલાસણ ગામના પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો પગપાળા તેમજ વાહનો માટે આજે ચૈત્ર સુદ-૭ના દિવસે મેત્રાણા મુકામે રોકાયા હતા. ચાચરેટદાદાના મંદિરે ભાવી ભકતોની ભીડ જામે છે.
ગાગલાસણ ગામના પાટીદાર સમાજમાં પ્રથમ પુત્ર જન્મની વધામણી રૂપે આ પરિવાર દ્વારા જુવારનો ખિચડો અને સવા મણના મગદળના લાડુનો પ્રસાદ દાદાને નૈવધરૂપે અપર્ણ કરવામાં આવે છે.આ સ્થળે દાદાના શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. જેનાથી ગ્રામજનોની સુખાકારી અને આર્થિક સમૃધ્ધી વઘે તેવા શુભ સંકેતો જાવા મળે છે. આ પ્રસંગે દાદાના સ્થાનકે માતાઓ અને બહેનો ઢોલના તાલે રાસ-ગરબા ગાઈને આનંદ મનાવ્યો હતો.આ સમય દરમ્યાન જુવારનો ખિચડાનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે.  સાંજના સમયે ગામના બધા જ લોકો સાથે બેસી શ્રી ચાચરેટ દાદાની જય બોલાવી ખિચડો અને મગદળની પ્રસાદી આરોગી ધન્યતા અનુભવે છે. આ દિવસે શ્રÎઘાળુઓમાં હર્ષ અને લાગણીનો પાર રહેતો નથી.આ કાર્યક્રમનું આયોજન ગાગલાસણ પાટીદાર યુવક મંડળ તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવિત્ર સ્થાનકે ગ્રામજનો ભકિતભાવ પુર્વક   પારંપારીક લોકત્સવ મેળાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.



Download Our B K News Today App



Related News