અમદાવાદમાં PM મોદીના કાર્યક્રમમાં ગેરહાજર રહેલા BJPના કોર્પોરેટરો ને શો-કોઝ નોટીસ ફટકારી અને 3 દિવસમાં ખુલાસો માંગ્યો

  • Published By :
  • Published Date : 2022-09-08 15:25:13
  • Views : 194
  • Modified Date : 2022-09-08 15:25:13

ગુજરાતમાં બે મહિના બાદ વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ભાજપે તમામ 182 બેઠકો જીતવા માટે કમર કસી છે. સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના કામો ઝડપથી થાય તેના માટેના આયોજનો કરીને ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ થઈ રહ્યા છે. ત્યારે આવા કાર્યક્રમોમાં ખુદ ભાજપના જ કોર્પોરેટરો નિષ્ક્રિય થઈ ગયા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર અટલબ્રિજના ઉદ્ઘાટનના વડાપ્રધાનના કાર્યક્રમમાં મોટાભાગના ભાજપના કોર્પોરેટરો હાજર ન રહેતા તેઓને શહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના નેતાઓ દ્વારા ખખડાવવામાં આવ્યા હતા અને શો કોઝ નોટીસ આપીને ત્રણ દિવસમાં ખુલાસો માંગ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના દંડક અરુણસિંહ રાજપુતે તમામ કોર્પોરેટરોને નોટિસ આપી હતી. નોટીસમાં જણાવ્યું હતું કે AMCમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ છો. ભાજપના ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા પાર્ટીના અને કોર્પોરેશનના કાર્યક્રમમાં હાજર રહેવા માટે જણાવવામાં આવે છે છતાં પણ આવા કાર્યક્રમોમાં ગેરહાજર રહો છો. એ ગંભીર બાબત છે 27 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનના ફૂટ ઓવરબ્રિજ ઇ લોકાર્પણ કાર્યક્રમમાં અત્યારે એવા સૂચના આપવામાં આવી હતી પરંતુ મોટાભાગના કોર્પોરેટરો હાજર રહ્યાં ન હતા. જેની પાર્ટીના ઉચ્ચ પદ અધિકારીઓએ નોંધ લીધી છે.

Download Our B K News Today App



Related News