પાટણ ડીસા હાઇવે પર કોઇટા બસ સ્ટેન્ડે ડસ્ટ અને સિમેન્ટ ઉડવાથી દુકાનદારો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-06 13:12:55
  • Views : 221
  • Modified Date : 2022-10-06 13:12:55

            પાટણ ડીસા હાઇવે પર આવેલ કોઇટા ગામ બસ સ્ટેન્ડ પાસે ચોમાસું સિઝનમાં હાઇવે પર મસ્ત મોટા ખાડા પડવાથી એક મહિના પહેલા હાઇવે પર કરેલા સમારકામમાં મેટલ અને સિમેન્ટ અને ડસ્ટ વાપરવામાં આવતા હાઈવે પર મોટા વાહનો દોડવાથી ડસ્ટ અને સિમેન્ટ ઉડવાથી દુકાનદારો અને રાહદારી ભારે હાલાકી વિઠવી પડી રહી છે.કોઇટા બસ સ્ટેન્ડ પર ધંધા રોજગાર અને નાના મોટા વેપારીઓની દુકાનો આવેલી હોવાથી નવરાત્રી પર્વમાં લોકોની અવર-જવર વધુ રહે છે. સિમેન્ટ અને ડસ્ટ ઉડવાથી લોકોને તકલીફ પડી રહી છે. અત્યારે મીઠાઈ અને નાસ્તાની તેમજ શાકભાજીના દુકાનદારોને પણ સિમેન્ટ અને ડસ્ટ ઉડવાથી હાલાકી ભોગવી પડી રહી છે. જેથી દુકાનદારોની માંગ ઉઠી છે કે સત્વરે તાત્કાલિક ડામર કરવામાં આવે.

Download Our B K News Today App



Related News