દુકાનદારનું દુષ્કર્મ : રાજકોટમાં પરિણીત હોવા છતાં કુંવારો હોવાનું કહી ત્યક્તા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી હવસનો શિકાર બનાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-08 15:24:40
  • Views : 248
  • Modified Date : 2022-05-08 15:24:40

દુકાનદારનું દુષ્કર્મ : રાજકોટમાં પરિણીત હોવા છતાં કુંવારો હોવાનું કહી ત્યક્તા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી હવસનો શિકાર બનાવી

 

રાજકોટમાં રહેતી 31 વર્ષની ત્યક્તાને ચેતનસિંહ નકુમ નામના શખસે પોતે પરિણીત હોવા છતાં કુવારો છે તેમ જણાવી પ્રેમજાળમાં ફસાવી અવારનવાર શરીર સંબંધ બાંધી હવસનો શિકાર બનાવ્યાની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આરોપી ચેતનસિંહ નકુમ અને તેના ભાઈ અલ્પેશ વિરૂદ્ધ ગુનો નોંધી બન્નેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

પતિ સાથે છૂટાછેડા થતા મહિલા માતા-પિતા સાથે રહે છે
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભોગ બનનાર મહિલાનાં છૂટાછેડા થઈ ગયા બાદ પોતાના માતા-પિતાથી અલગ રહે છે. વર્ષ 2020માં તે સદર બજારમાં પ્રિન્સ એક્વેરીયમ નામની દુકાન ધરાવતા ચેતનસિંહને ત્યાં નોકરીએ લાગી હતી. વખતે ચેતનસિંહે તેને પોતે કુવારો હોવાનું જણાવ્યા બાદ પ્રેમજાળમાં ફસાવી તેને રેસકોર્સ પાર્કમાં ફ્લેટ ભાડે લઈ દીધો હતો. અહીં તે ભોગ બનનાર સાથે રહેતો હતો. એટલું નહીં તેની સાથે અવારનવાર શરીર સંબંધ પણ બાંધતો હતો.

ચેતનસિંહના ભાઇ અલ્પેશે મારી નાખવાની ધમકી આપી
આખરે ચેતનસિંહનાં પરિવારને તેના અફેરની જાણ થતાં ઝઘડા શરૂ થઈ ગયા હતાં. પરિણામે ચેતનસિંહનાં ભાઈ અલ્પેશે ભોગ બનનારને એક દિવસ કહ્યું કે, તેનો ભાઈ પરિણીત છે. આથી તેનો પીછો છોડી દે. આમ કહી ભોગ બનનારને ગાળો આપી જો તેનાં ભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

પોલીસ દુષ્કર્મ અને ધમકી આપ્યાનો ગુનો નોંધ્યો
સમગ્ર ઘટનાને કારણે ચેતનસિંહે ભોગ બનનાર સાથે રેસકોર્સ પાર્કનાં ફ્લેટમાં રહેવાનું બંધ કરી દીધું હતું. એક સમયે તેને છોડી દીધી હતી. જેને કારણે ભોગ બનનારને છેતરાઇ ગયાનો અહેસાસ થતાં આખરે તેણે આજે બન્ને ભાઈઓ વિરૂદ્ધ પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બન્ને આરોપી ભાઈઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

 

 

Download Our B K News Today App



Related News