આખોલ ચાર રસ્તા પાસે આવેલ 50 જેટલી દુકાનોમાં ચાર થી પાંચ ફૂટ જેટલું પાણી ભરાતા દુકાન માલિકો ને લાખ્ખો રૂપિયા નું નુકસાન વેઠવું પડ્યું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-03 12:11:39
  • Views : 361
  • Modified Date : 2022-07-03 12:11:39

 

બનાસકાંઠા ના ડીસામાં વહેલી સવારે પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયુ છે જેમાં આખોલ ચાર રસ્તા પાસે આવેલ 50 જેટલી દુકાનોમાં ચાર થી પાંચ ફૂટ જેટલું પાણી ભરાતા દુકાન માલિકો ને લાખ્ખો રૂપિયા નું નુકસાન વેઠવું પડ્યું છે

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ડીસા અમીરગઢ અને દિયોદર પંથકમાં પાંચ થી આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેના કારણે અનેક નિચાણ વાળા વિસ્તારો પાણી માં ગરકાવ થઈ ગયા છે ડીસામાં ખાબકેલા પાંચ ઇંચ વરસાદ થી બેકરી કુવા વિસ્તારમાં બે મકાનો ધરાસાયિ સહી થઈ ગયા બાદ આખોલ ચાર રસ્તા પાસે આવેલી 50 જેટલી દુકાનો માં પણ પાણી ભરાઈ ગયું હતું. આ દુકાનોમાં ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ઘૂસી જતા દુકાનનો માલ સામાન તરવા લાગ્યો હતો.. ઇલેક્ટ્રીક સબમરસીબલ, બેટરી, કરિયાણા ની દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાન માલિકોને લાખો રૂપિયા નું નુકસાન વેઠવું પડ્યું છે મહત્વની વાત એ છે કે ગત વર્ષે પણ સામાન્ય વરસાદથી જ આ દુકાનમાં પાણી ભરાઈ ગયું હતું. આ દુકાનદારોએ જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરી હતી તેમ છતાં પણ પાણી નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા ન થતા આ વખતે ફરીથી દુકાનોમાં પાણી ઘૂસી જતા નુકસાન વેઠવું પડ્યું છે ત્યારે અહીં પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા થાય તેવી દુકાનદારો ની માંગ છે . . .

 

Download Our B K News Today App



Related News