હિચકારી ઘટના : એક વર્ષની માસૂમ બાળકીને શ્વાન ઉપાડી ગયુ, 50 કલાક બાદ પણ 500 લોકોની ટીમ દ્વારા શોધખોળ યથાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-05 14:56:46
  • Views : 141
  • Modified Date : 2025-06-05 14:56:46

આપણે દરરોજ સમાચારોમાં શ્વાનના આતંકના સમાચાર જોતાં હોઈએ છીએ. આવી જ એક ઘટના હવે સુરતથી સામે આવી છે. વિગતો મુજબ સુરતના કામરેજના વાવ ગામે ગુમ થયેલી બાળકી 50 કલાક પછી પણ મળી નથી. મંગળવારે સુરતના કામરેજના વાવ ગામે બંસરી રિસોર્ટની બાજુમાં સાઈટ પરથી રાત્રિના સમયે શ્રમિકની એક વર્ષની બાળકીને શ્વાન ખેંચી ગયાનું સામે આવ્યું હતું. આ તરફ તંત્ર દ્વારા પણ આ મામલે હવે 500 લોકોની ટીમ બનાવી બાળકીની શોધખોળ હાથ ધરાઇ છે.

સુરતના કામરેજના વાવ ગામ પાસે બંસરી રિસોર્ટની બાજુમાંથી શ્વાન બાળકોને ખેંચી જવાના કેસમાં 50 કલાક બાદ પણ હજી બાળકી હજી મળી નથી. આ તરફ તંત્ર દ્વારા 500 લોકોની ટીમ બનાવાઇ છે. જેમાં હવે પોલીસ, ફાયરવિભાગની ટીમ, ડોગ સ્ક્વોડની ટીમે તપાસ શરુ કરી છે. આ સાથે ડ્રોનની મદદથી પણ બાળકીને શોધવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. આ તરફ બાળકીને શોધવા વન વિભાગની ટીમ પણ મદદ લેવામાં આવી છે.

કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર કામ ચાલુ હતું. જ્યાં મંગળવારની મોડી રાત્રે પરણીતા પોતાના માટે જમવાનું બનાવતી હતી અને તેની એક વર્ષની માસુમ બાળકીને બાજુમાં સુવડાવી રાખી હતી. આ દરમિયાન અચાનક જ ત્રાટકેલા એક શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો. જેથી તેની માતા અને સ્થાનિક લોકો તેની પાછળ દોડી ગયા હતા. પરંતુ માસુમ બાળકીનો કોઈ પતો ન લાગતા પોલીસની મદદ લીધી હતી. કલાકોથી પોલીસ દ્વારા માસુમ બાળકીની શોધખોળ કરવામાં આવી રહી હોવા છતાં હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી.

મધ્યપ્રદેશથી કામ માટે આવ્યા હતા દંપતિ

સુરત જિલ્લાના કામરેજના વાવ ગામ ખાતે રહેતા આંજુભાઈ તથા તેની પત્ની તીતાબેન મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં માત્ર એક વર્ષની બાળકી માયા છે. હાલમાં પતિ પત્ની વાવ ખાતે આવેલ બંસરી રિસોર્ટ ની બાજુમાં એક બાંધકામ સાઈડમાં કામ કરે છે અને ત્યાં જ ઝુંપડું બાંધી અન્ય મજૂરો સાથે વસવાટ કરે છે. મધ્યપ્રદેશમાં વતનમાં કામ હોવાથી આંજુભાઈ કામ અર્થે વતન ગયા હતા. આ દરમિયાન તેની પત્ની તીતાબેન રાત્રે 10:00 વાગ્યાના અરસામાં તેની માસુમ પુત્રી સાથે ઘરે બેઠી હતી. તીતાબેન પોતાના માટે જમવાનું બનાવતા હતા ત્યારે તેની એક વર્ષની પુત્રી માયા ને બાજુમાં સુવડાવી હતી. આ દરમિયાન અચાનક જ એક શ્વાન દોડીને તેમની પાસે આવ્યું હતું અને તીતાબેન ની નજર સામે જ એક વર્ષની બાળકી માયાને ખેંચીને ડોટ લગાવી હતી. જેથી તીતાબેન તેની પાછળ દોડી ગયા હતા અને બૂમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા 100થી વધુ મજૂરો પણ શ્વાનની પાછળ ડોટ મૂકી હતી. શ્વાન આજુબાજુના ખેતરોમાંથી ભાગી ગયો હતો.

Download Our B K News Today App



Related News