રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો : ‘ગે’ એપ મારફત યુવક ‘ગે’ પાર્ટનરને મળવા ગયો, 4 શખસે રૂમમાં ગોંધી અર્ધનગ્ન વીડિયો ઉતારી 50 હજારની માગ કરી
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-06-27 15:18:49
- Views : 244
- Modified Date : 2022-06-27 15:18:49
રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો : ‘ગે’ એપ મારફત યુવક ‘ગે’ પાર્ટનરને મળવા ગયો, 4 શખસે રૂમમાં ગોંધી અર્ધનગ્ન વીડિયો ઉતારી 50 હજારની માગ કરી
મૂળ સાયલા પંથકના અને હાલ રાજકોટના કુવાડવા રોડ પરની સોસાયટીમાં રહેતા 21 વર્ષના કોલેજીયન વિદ્યાર્થીએ ‘ગે’ને લગતી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બાદમાં એક અજાણ્યા શખ્સે એપ્લિકેશનમાં મેસેજ કરી તેને રૂબરૂ મળવા બોલાવ્યો હતો. આથી યુવક ‘ગે’ પાર્ટનર સમજી મળવા ગયો તો તેને આવાસ યોજનાના ક્વાર્ટરના એક રૂમમાં લઇ જવાયો હતો. અહીં રૂમમાં અન્ય ત્રણ શખસ પણ હતા. બાદમાં ચારેય શખસે યુવકને ગોંધી રાખી રૂ.400 પડાવી લીધા હતા અને અર્ધનગ્ન હાલતમાં તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો વાઇરલ નહીં કરવા બદલ રૂ. 50 હજારની માગણી કરી હતી. બાદમાં યુવકને છોડી દેતા આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ કૃત્ય કરનાર ચાર શખસની ટોળકીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
એપ્લિકેશનમાં યુવકને
અજાણી વ્યક્તિનો Hiનો મેસેજ આવ્યો
ભોગ
બનનાર યુવક ટીવાય બી.કોમના પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેણે પોલીસને જણાવ્યું છે કે, ત્રણેક દિવસ પહેલા
તેણે ‘ગે’ ને લગતી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.
જેમાં સમલૈંગિક સંબંધો ધરાવતા લોકોનું ગ્રુપ હોય છે. જેમાં તેણે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ગઈકાલે બપોરે તે એપમાંથી અજાણ્યા વ્યક્તિએ ‘Hi’નો મેસેજ કર્યો હતો. આથી તેણે પણ સામે ‘Hi’નો મેસેજ કર્યો હતો. સામાવાળા વ્યકિતએ તેની ઉંમર પૂછતાં 21 વર્ષ કહ્યું હતું. બાદમાં તેને કેકેવી હોલ ચોકમાં
રૂબરૂ મળવા બોલાવતા ગઈકાલે બપોરે બાઈક લઈને ત્યાં પહોંચ્યો હતો. અહીં તે અજાણ્યો વ્યક્તિ તેને મળ્યો હતો. તેણે ચાલ હવે
આપણે રૂમ પર જઈએ તેમ કહેતા તેની સાથે નીકળ્યો હતો.
યુવકને છરી બતાવી
પાકીટ, મોબાઈલ પડાવ્યા
ત્યારબાદ
તે અજાણી વ્યક્તિ તેને નાણાંવટી ચોકમાં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં વિંગ-13માં પહેલા માળે આવેલા ક્વાર્ટરમાં લઈ ગયો હતો. રૂમનું તાળું ખોલી બન્ને અંદર ગયા તે સાથે જ બીજા ત્રણ અજાણ્યા માણસો રૂમમાં ધસી આવ્યા
હતા. તેમણે રૂમ અંદરથી બંધ કરી દીધો હતો. બાદમાં યુવકને છરી બતાવી કહ્યું
કે ‘તારી પાસે પાકીટ,
મોબાઈલ ઉપરાંત જે હોય તે આપી દે, નહીંતર અહીં જ પતાવી દઈશું.’
આ વાત સાંભળી ગભરાય ગયેલા યુવકે તુરંત પોતાનું રૂ.400ની રોકડ
સાથેનું પાકીટ અને મોબાઈલ આપી દીધો હતો. તેમજ યુવકના બાઈકની ચાવી પણ
લઈ લીધી હતી. આ પછી તેને ચારેય શખ્સોએ અમે કહીએ તેમ બોલ તેમ કહી તેને
અર્ધનગ્ન
કરી નાખ્યો હતો.
વીડિયો વાઇરલ નહીં
કરવા બદલ 50
હજાર માગ્યા
અર્ધનગ્ન
હાલતમાં યુવક પાસે એવું બોલાવડાવ્યું કે ‘હું આ સાઈટ મારફત નાની ઉંમરના છોકરાઓ સાથે સંપર્ક
કરી, તેમને મળવા બોલાવી,
તેની સાથે સંબંધ રાખું છું. હવે પછી હું આવું
નહીં કરૂ મને માફ કરી દો.’
બાદમાં ચારેય શખસે મોબાઈલ ફોનમાં યુવકનો
અર્ધનગ્ન હાલતમાં વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો વાઇરલ નહીં કરવા બદલ યુવક પાસેથી રૂ.50 હજારની માગણી કરી
હતી. આથી યુવકે કાકાને કોલ કરી રૂ.50 હજાર આપી જવાનું કહેતા સાંજે વ્યવસ્થા કરી આપશે તેમ કહ્યું હતું.
બાઇકની ચાવી અને
મોબાઇલ ફોન આપી રવાના કર્યો
આથી
ચારેય શખસે તેને બાઈકની ચાવી અને તેનો મોબાઈલ ફોન પરત આપી રૂ.400 પોતાની
પાસે રાખી લીધા હતા. સાથોસાથ રૂ.50 હજાર લેવા માટે
સાંજે કોલ કરશું તેમ કહી
તેને રવાના કરી દીધો હતો. બાદમાં યુવકે પોતાના બે કાકાને કોટેચા
ચોકમાં બોલાવી આપવીતી કહી હતી. જે સાંભળ્યા બાદ તેના બન્ને કાકા તેને જે ક્વાર્ટરમાં લઇ જવાયો હતો ત્યાં આવ્યા હતા. પરંતુ તે સમયે ક્વાર્ટરને
તાળું મારેલું હતું. બાદમાં ઘરે જતા રહ્યા હતા. રાતના આઠેક વાગ્યે તેની
પાસેથી એક શખસે રૂ.15થી 20
હજારની માગણી કરી હતી. તેણે ઘરે પૂછીને પૈસા આપવાની વાત કરતા ફોન કાપી નાખ્યા બાદ થોડીવાર પછી ફરીથી કોલ કરી રૂ.20 હજાર ઓનલાઈન
ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. આખરે યુવકે બન્ને કાકાની સલાહથી
એ-ડિવિઝન
પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. અહીંથી યુનિવર્સિટી પોલીસ
મથકે મોકલાતા ત્યાં જઈ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ચારેય શખસને
ઝડપી લઇ તપાસ હાથ ધરી
તપાસ
દરમ્યાન આ કૃત્ય કરનાર ચારેય આરોપીઓ અફ્રિદ ફીરોઝ કાદરી, અમન સલીમભાઈ
કાદરી,
સોહીલ હાજીભાઈ કાદરી અને ભાર્ગવ રાજેશ ડાભી ઓળખાય જતા ગુનો દાખલ કરી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર યુવકને ગઇકાલે કેકેવી
ચોકમાં મળનાર આવેલા આરોપીનું નામ ભાર્ગવ છે, બાકીના ત્રણેય
આરોપીએ ક્વાર્ટર પર
અર્ધનગ્ન હાલતમાં વીડિયો ઉતારી પૈસાની માગણી કરી હતી.
બનાવ અંગે ACPએ શું કહ્યું
ACP પી.કે. દિયોરાએ જણાવ્યું હતું કે, હાલમાં ચારેય આરોપીના વોટ્સએપ ચેટિંગ અને તેનું ગ્રુપ ચેક કરીએ છીએ. તેમાં કેટલા સભ્યો જોડાયા તેની પરથી આખો આઇડિયા આવશે. તેમાં જોડાયેલા સભ્યોનું નામ ન દર્શાવવાની શરતે અમે
પ્રયત્ન
કરીશું કે આ પ્રકારની ગેંગ સક્રિય હોય તો નિર્દોષ બાળકોને આમાં ફસાવે
નહીં. ચારેય આરોપી અને ભોગ બનનારે વોટ્સએપ ચેટિંગ ડિલીટ કરી દીધું છે પણ અમે તેને રિકવર કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. સાયબર સેલનો ઉપયોગ કરી કેટલા જોડાયેલા છે અને કેટલા ભોગ બન્યા છે તે કાર્યવાહી કરીશું. આ તમામ
આરોપી 21થી 24
વર્ષની ઉંમર ધરાવે છે અને કોઇ સોશિયલ મીડિયાના માધ્યમમાં સંડોવાયેલા હોય તેવું લાગે છે. ચારેય આરોપીનો ગુનાહિત ઇતિહાસ હાલ
મળ્યો નથી.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 119
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 105
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 87
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 181
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 85
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 103
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 111
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 158
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 98
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 97
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 91
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 89
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 89
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 73
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 90
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 156
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 71
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 77
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 148
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 69
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 92



