શક્તિપીઠ અંબાજીમાં શૌચાલયની દુર્દશા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-18 12:21:05
  • Views : 430
  • Modified Date : 2019-05-18 12:21:05

ગુજરાતના મોખરાના યાત્રાધામ અંબાજીની ખ્યાતિ  દેશભરમાં છે અહીં દેશભરમાંથી માં અંબાના ભક્ત માતાજીના દર્શન કરવા આવે છે. અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ ધામમાં જાહેરમં લોકો
પેશાબ ના કરે તે માટે વહીવટી તંત્ર તરફથી પેશાબ ઘર જગ્યા જગ્યાએ બનવવામાં આવ્યા છે. પણ છેલ્લાં કેટલાંય સમયથી આ પેશાબ ઘરોની સફાઈ થતી નથી. અને આ પેશાબ ઘરમાં લોકો જાય ત્યારે અંદરથી પુષ્કળ વાસ અને દુર્ગંધ મારે છે. સાથે કેટલાંક લોકો આ જગ્યાએ
પેશાબ ઘરમાં જઈ અંદર દેશીદારૂની થેલીઓ નાંખે છે. આ વિસ્તારના આસપાસના લોકો પણ આ બદીથી કંટાળી ગયા છે. અંબાજી ગ્રામ પંચાયત તાત્કાલિક ધોરણે અહીં રોજેરોજ સફાઈ થાય તેવી માંગ અંબાજીની ધર્મપ્રેમી જનતા કરી રહી છે.
અંબાજીની ભૈરવજી મંદિર પાસે આવેલા પેશાબ ઘરની આજ હાલત છે. આ સાથે અંબાજી ગ્રામ પંચાયત પાસે આવેલા પેશાબ ઘરમાં પણ દારૂઓની થેલીઓ ભરેલી જોવા મળે છે. અહીં સફાઈ અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે. સરકાર દ્વારા અહીં દર વર્ષે લાખો રૂપિયા સફાઈ પાછળ ખર્ચ કરવા છતાંય અહીં કોઈ સફાઈ થતી નથી. અને આજ કારણે અંબાજીની જનતાને ભારે હેરાન પરેશાન થવુ પડે છે.

Download Our B K News Today App



Related News