શિવરાજે કરી મીટિંગ; કેન્દ્રએ બહાર પાડ્યા 12 હોટસ્પોટના નામ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 12:47:58
  • Views : 249
  • Modified Date : 2021-01-06 12:47:58

    ભારતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રીના પગલે ઘણા રાજ્યોમાં હલચલ મચી ગઈ છે. મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં મોટા પ્રમાણમાં કાગડાઓના મોત થયા છે અને તેમાં આ વાઈરસ મળ્યો છે. હાલ આ સંકટના પગલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બેઠક બોલાવી છે.બર્ડ ફ્લૂ સંકટને લઈને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રી સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યાં છે. ભારત સરકાર દ્વારા બર્ડ ફ્લૂને લઈને જે નિર્દેશ મોકલવામાં આવ્યા છે. તેને લઈને બેઠકમાં વિચારણા થઈ. રાજ્યમાં હવે પોલ્ટ્રી ફાર્મમાં પક્ષીઓના સેમ્પલ મોકલવામાં આવ્યા છે. તેના માટે ઝડપથી રાજ્ય સરકાર નિર્દેશ બહાર પાડશે.

    ભારત સરકાર મુજબ રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. એવામાં કેન્દ્ર સરકાર તરફથી એક કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. જેના દ્વારા દેશમાં આવી રહેલા આ મામલાઓ પર નજર રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારોની સાથે મળીને મહત્વના પગલા ભરવામાં આવી રહ્યાં છે.કેન્દ્ર સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી છે. તે મુજબ રાજસ્થાન(કૌવા)ના બારન, કોટા, ઝાલાવાડમાં, મધ્યપ્રદેશ(કૈવા)ના મંદસૌર, ઈન્દોર, માલવા, હિમાચલ પ્રદેશના કાંગડા, કેરળના કોટ્ટાયમ, અલ્લાપૂઝામાં સૌથી વધુ બર્ડ ફ્લૂની અસર જોવા મળી રહી છે.


Download Our B K News Today App



Related News