કેદારનાથ મહાદેવના શિવલિંગની પાછળ એક અનેરી શિવ ભક્તિનો મહિમા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-10 11:28:54
  • Views : 291
  • Modified Date : 2020-09-10 11:28:54

મોટેટા ગામ ખાતે આવેલા કેદારનાથ મહાદેવના શિવલિંગની પાછળ એક અનેરી શિવ ભક્તિનો મહિમા રહેલો છે. આ શિવલિંગ અતિપ્રાચીન તો નથી પરંતુ આની પાછળ રહેલા શિવભક્તનો મહિમા એ દર્શાવે છે શિવની ભક્તિનો તેમના માટે કેટલું મહત્વ છે અને શિવ ભક્તો ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરવામાં કેટલું મહત્વ માને છે. વડગામ તાલુકાના મોટા ગામના વતની જોરાવર ગઢવીની જેમને એક અનેરો શિવની ભક્તિનો મહિમા પ્રગટ કર્યો છે. ગઢવી જ્યારે કેદારનાથ મહાદેવના દર્શન કરવા ગયા ત્યારે તેમને થયું કે આપણા ગામમાં પણ એક પણ શિવાલય આવેલું નથી અને ગામના લોકોને બહારગામના શિવાલય ખાતે પૂજા કરવા જવું પડે છે માટે ગામના લોકો માટે અને પોતે રોજ શિવની પૂજા કરી શકે એવા વિચાર સાથે તેમણે તેમના મોટેટા ગામ ખાતે શિવલિંગની સ્થાપના કરીને શિવાલય ઊભું કર્યું અને તેનું નામ આપ્યું કેદારનાથ મહાદેવ શિવાલયની સ્થાપના કર્યા પછી ગામની સ્ત્રીઓ બાળકીઓને જ્યારે વ્રત કે પૂજા કરવી હોય તો બહાર ગામ જવું પડતું હતું. તેની જગ્યાએ તે લોકો હોવી શિવલિંગની પૂજા હવે પોતાના ગામમાં જ કરી શકે છે. આ
ઉપરાંત શ્રાવણ મહિનામાં પણ અહી મોટો બંધ કરીને ગામમાં પ્રસાદીનું વહેંચણી કરવામાં આવતી હોય છે. આમ જોરાવર ગઢવી નામના વ્યક્તિએ શિવાલય પોતાના ગામમાં સ્થાપીને એક અનેરો શિવ ભક્તિનો મહિમા પ્રગટ કર્યો હતો જેનો લાભ હાલ સમગ્ર ગામ દર્શન કરીને લઈ રહ્યુ છે.

Download Our B K News Today App



Related News