અંબાજી યાત્રાધામ શિવરાત્રીના દિવસે શિવમય બન્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 10:42:03
  • Views : 266
  • Modified Date : 2021-03-12 10:42:03

માં અંબાનુ ધામ અંબાજી અરાવલી પર્વતમાળા મા આવેલું છે દેશના ૫૧ શક્તિપીઠ મા આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે, અંબાજી ધામમામાં અંબાના મંદિર સિવાય પણ અન્ય ભગવાન ના મંદિરો આવેલા છે ત્યારે ગુરુવારે શિવરાત્રી પર્વ હોઈ અંબાજી અને આસપાસના શિવ મંદિરોમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા, હર હર મહાદેવના નાદથી સમગ્ર
પંથકમાં ભોલેનાથનો નાદ સાંભળવા મળ્યો હતો. અંબાજીના પ્રાચીન અને
પૌરાણીક શિવાલયોમાં પણ વિશેષ શણગાર અને પૂજા અર્ચના સાથે ભક્તો ને પ્રસાદ
પણ આપવામાં આવ્યો હતો.
અંબાજી મંદિર ખાતે આવેલા અંબિકેશ્વર મહાદેવના મંદિરને પણ સુંદર બલુનોથી શણગારવામાં આવ્યુ હતુ અને સવારે ભગવાન ને અલગ શણગાર કરાયો હતો જયારે સાંજે પણ અલગ શણગાર કરાયો હતો. અંબાજીના અન્ય મહાદેવના મંદિરો જેવા કે
પરશુરામ મહાદેવ, આપેશ્વર મહાદેવ, માનેશ્વર મહાદેવ માનસરોવર, મહાકાલેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, હર્ણેશ્વર મહાદેવ,
શાંતિશ્વર મહાદેવ ચકૈલાશ ટેકરી, કુંભેશ્વર મહાદેવ, સોમેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, રીંછડીયા મહાદેવ અને કોટેશ્વર મહાદેવ ખાતે શિવરાત્રી પર્વ પણ ધામધૂમથી ઉજવાયો હતો.
હર્ણેશ્વર મહાદેવ અંબાજીનું અતિ પ્રાચીન મહાદેવ હોઈ આ મંદિરમાં વહેલી સવારથી જ શિવભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. અહીં ભક્તોને પ્રસાદ
પણ આપવામાં આવ્યો હતો અને ભગવાન ને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો. આ સાથે અંબાજી નજીક આવેલા કૈલાશ ટેકરી મહાદેવ ખાતે પણ ભગવાનને ૫૬ ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ અન્નકૂટ અને શ્રુંગાર દર્શન નો ભક્તો એ લાભ લીધો હતો. સાંજે ૭ વાગે ૧૦૮ જ્યોતની આરતી કરવામાં આવી હતી અને રાત્રે ૧૨ વાગે ભસ્મ આરતી પણ કરવામાં આવી હતી .

Download Our B K News Today App



Related News