મહાશિવરાત્રીના પર્વે થરાદ પંથકના શિવાલયો ઉભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 10:44:45
  • Views : 274
  • Modified Date : 2021-03-12 10:44:45

ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ માસની જેમાં  મહાવદ તેરસ મહાશિવરાત્રી શિવ આરાધના ઉપાસનાનું મહત્વ છે. આ દિવસે શિવલિંગ પર અભિષેક થાય છે. આ બધા વચ્ચે સદા શિવ ભોળોનાથનો અભિષેક અને વર્ષોથી ભાવિ ભક્તો ધન્યતા અનુભવે છે. ગુરૂવારે મહાશિવરાત્રિ દેશભરમાં  ઉજવાઈ હતી ત્યારે  થરાદ ખાતે આવેલા ડાંગેશ્વર  મહાદેવની મહિમા અલૌકિક છે.  
મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ડાંગી પટેલ પરિવાર, રાજપૂત સમાજ તેમજ તમામ વર્ણોના આગેવાનો અને લોકો  મંદિરમાં ભક્તિભાવ માટે ઉમટી પડ્યા હતા.  પૂજા અર્ચના  કરવામાં આવી હતી. જેમાં થરાદ અગ્રણી આંબાભાઈ સોલંકી અને નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈભાઈ
રાજપૂતે પણ ડાંગેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.  થરાદમાં ડાગેશ્વર, જાગેશ્વર,
પોલીસ લાઈન સહિતના શિવાલયોમાં પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ મહાદેવની ઉપાસના કરી હતી.  જાગેશ્વર મહાદેવ મંદિરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર્શનાર્થીઓના ફળાહાર અને  હવનના દાતાનું સન્માન કરવામાં આવ્યું હતું.
વીડીમાં આવેલા ડાગેશ્વર મહાદેવ ૬૦૦ વર્ષ જુનું મંદિર છે.  થરાદ રાજપૂત મંડળ દ્વારા મહાદેવ મંદિર ખાતે હવન, પૂજા  અને પ્રસાદની વ્યવસ્થા કરી હતી. રાત્રે ભજન સત્સંગ અને અનેક ધાર્મિક કાર્યક્રમો
પણ કરવામાં આવ્યા હતા.
આસ્થા અને શ્રદ્ધા સાથે ભગવાન ભોળાનાથના
પવિત્ર શિવરાત્રી મહોત્સવ મનાવવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News