શિહોરીમાં આંગણવાડીની હાલત ખરાબ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 14:23:17
  • Views : 353
  • Modified Date : 2020-02-19 14:23:17

કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે આવેલા આંબલીવાસ વિસ્તારમાં બનાવેલું આંગણવાડીનું મકાન જર્જરિત બની ગયું છે. જેના સમારકામ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ કામગીરી કરવામાં આવતી નથી. પરિણામે આંગણવાડીમાં આવતાં નાના ભૂલકાઓ ઉપર જોખમ તોળાઇ રહ્યું છે. કાંકરેજ તાલુકાના મુખ્યમથક શિહોરીના આંબલીવાસની આંગણવાડીમાં નાના ભૂલકાં જીવનના પ્રાથમિક ચરણના પાઠ ભણવા તેમજ રમત ગમત માટે આવે છે. જોકે આ આંગણવાડી એકદમ જર્જરિત હાલતમાં હોઈ બાળકોના વાલી પણ એમના ભૂલકાઓને ત્યાં મુકવામાં ભય અનુભવી રહ્યા છે.આંગણવાડીની સંચાલક બહેન રમીલાબેન દરજી અને તેડાગર અમરબેન ઠાકોર પણ એમના જીવના જોખમે આંગણવાડી ચલાવી રહ્યા છે. આ અંગે તાલુકાના તંત્રને જાણ કરવા છતાં પણ આ જર્જરિત મકાનનું સમારકામ કે બાળકો માટે બીજી કોઈ વૈકલ્પિક જગ્યા માટે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી.ત્યારે સ્થાનિક લોકોની વારંવાર રજુઆત કરવા છતાં પણ તંત્રના આંખે જાણે પાટા બાંધેલ હોય એમ જગ્યાની મુલાકાત કરવી પણ મુનાસિફ નથી લાગતી. જો આ જર્જરિત આંગણવાડીમાં કોઈ અકસ્માત બન્યો અને કોઈ બાળકનો જીવ જોખમાય તો આ જવાબદારી કોના શિરે રહેશે એવા પ્રશ્ન લોકોના મનમાં ઉઠી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોની માંગણી છે કે સરકાર દ્વારા નવીન મકાનની વ્યવસ્થા કરવામાં આવે.જર્જરિત આંગણવાડીમાં આવતા બાળકો ઉપર જોખમ તોળાઇ રહ્યું છે. ત્યારે જો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે નવીન મકાન માટે ધ્યાન આપવામાં નહીં આવે તો આવનાર સમયમાં આંગણવાડીને તાળાબંધી કરીને બાળકોને મોકલવાનું બંધ કરવામાં આવશે એવી વાલીઓ દ્વારા ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Download Our B K News Today App



Related News