લાયન્સ ક્લબ ઓફ ડીસા દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઝળહળતી ડીસા કોલેજ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-19 12:42:22
  • Views : 309
  • Modified Date : 2021-08-19 12:42:22

     લાયન્સ ક્લબ ઓફ ડીસા દ્વારા 15મી ઓગષ્ટના રોજ આઝાદીના અમૃતમહોત્સવ  નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસાની વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ડી. એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ પ્રો. કે. એમ. પટેલ અને ડૉ તૃપ્તિબેન સી. પટેલના માર્ગદર્શનમાં તૈયાર થયેલ વિદ્યાર્થીઓ એ ગીત અને નૃત્ય માં સુંદર અભિવ્યકિત કરીને ઇનામ પ્રાપ્ત કર્યા હતાં. જેમાં ગીત સ્પર્ધામાં સોની સેજલ, સુખડીયા ક્રિના તેમજ પરમાર પીન્ટુએ અનુક્રમે પ્રથમ , દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવ્યો હતો. જ્યારે નૃત્ય સ્પર્ધામાં પ્રથમ ક્રમ તલવારનૃત્ય રજૂ કરનાર વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો. ભારતના સાંપ્રત પ્રશ્નોની રજુઆત લઈને આવનાર બહેનોના આરંભ હૈ પ્રચંડ નૃત્ય ને દ્વિતીય ક્રમ મળેલો અને જયહો નૃત્ય ને તૃતીય સ્થાન મળ્યું હતું. વિજેતા તમામ વિદ્યાર્થીઓને લાયન્સ ક્લબ ઓફ ડીસાના પ્રમુખ લાયન હિતેશભાઈ એમ. પટેલ તેમજ મંત્રી લાયન સતિષભાઈ સી શાહ અને તમામ લાયન સભ્યો દ્વારા ટ્રોફી અને ઇનામ આપીને સન્માનિત કરાયા હતાં. આ કાર્યક્રમમાં ડીસા કોલેજના 32 વિદ્યાર્થીઓએ ભાગ લઈને કાર્યક્રમને માણ્યો હતો.  આચાર્યશ્રી રાજુભાઇ દેસાઈએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Download Our B K News Today App



Related News