ચીનમાં ૩૫ હજાર ટન સિંગતેલની નિકાસ થતાં ડબાના ભાવમાં રૂ.૩૫૦નો વધારો થયો, ડબાનો ભાવ ૨૫૦૦ને પાર થયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-27 11:10:32
  • Views : 245
  • Modified Date : 2020-10-27 11:13:53

    દિવાળી પૂર્વે જ સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. ગુજરાત મગફળીનું સૌથી મોટું ઉત્પાદક છે. ચાલુ વર્ષે રેકોર્ડ ૨૧,૦૦,૦૦૦ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. પરંતુ ભારે વરસાદથી ઉત્પાદન માત્ર ૩૨-૩૫ લાખ ટન આસપાસ રહેવાની ધારણા હોવાથી પણ ભાવ પર અસર થઈ છે. ચીનમાં ૩૦થી ૩૫ હજાર ટન સિંગતેલની નિકાસ થતાં બે મહિનામાં સિંગતેલના ડબાના ભાવમાં રૂ.૩૦૦થી ૩૫૦નો વધારો થયો છે. હાલ મોટાભાગના બ્રાન્ડના સિંગતેલના ભાવ ડબે રૂ.૨૫૦૦થી વધુ બોલાઈ રહ્યા છે.

   ગત વર્ષે આ સમયે મગફળીના ભાવ મણદીઠ ૮૫૦થી ૯૫૦ હતા. પરંતુ આ વર્ષે રૂ.,૦૦૦થી ,૧૫૦ સુધી બોલાઈ રહ્યા છે. આમ મગફળીના ભાવમાં માત્ર ૧૦% વધારો થયો છે પરંતુ તેની સામે સિંગતેલના ભાવમાં ૨૫થી ૩૦ ટકાનો વધારો થયો છે. મગફળીની આવક પણ ગત વર્ષની સરખામણીએ ૨૦થી ૨૫ ટકા ઓછી છે. રાજ્યમાં અત્યારે દૈનિક અંદાજે ,૦૦,૦૦૦ બોરી મગફળીની આવક થઈ રહી છે.

   ગુજરાતમાં ૨૧,૦૦,૦૦૦ હેક્ટરમાં વાવેતર થતાં સરકારે ચાલુ વર્ષે મગફળીના પાકનો એડવાન્સ અંદાજ ૫૪.૬૫ લાખ ટન મુક્યો છે. પરંતુ નિષ્ણાતોના મતે ઉત્પાદન ૩૫,૦૦,૦૦૦ ટનની અંદર જ રહેશે. જાણકારો દર્શાવે છે કે જો પાક ૫૫,૦૦,૦૦૦ ટન થયો છે.

   સૌથી વધુ સિંગતેલનું ઉત્પાદન ગુજરાતમાં છતાં ભાવ સતત વધી રહ્યાં છે જેનું કારણ ચીનમાં મોટાપાયે નિકાસ છે. ગત વર્ષે ચીનમાં સિંગતેલની નિકાસ ૫૦-૫૫ હજાર ટનની રહી હતી જે આ વર્ષે વધીને એક લાખ ટને પહોંચવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં ફોરવર્ડમાં ૩૦-૩૫ હજાર ટનના વેપાર થયા છે.

સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોશિયેશનના પ્રમુખ કિશોર વિરડીયા જણાવ્યા અનુસાર મગફળીની આવક હવે વધશે જેના કારણે સિંગતેલની તેજીને બ્રેક લાગી શકે છે. આ ઉપરાંત તેજી માટે મોટા પાયે નિકાસ હોવાથી તેની અસર રહી છે. પરંતુ હવે સિંગતેલના ભાવ રૂ.૨૫૦૦ આસપાસ સ્થિર થશે.

Download Our B K News Today App



Related News