ચાંગામાં શ્રીમદ્દ ભગવદ્દ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સંતવાણી કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-04 11:01:21
  • Views : 472
  • Modified Date : 2019-04-04 11:01:21

કાંકરેજ તાલુકાના ચાંગા ખાતે શ્રી સોનગઢા ગોગા મહારાજના  ભુવાજી દેસાઇ ચેહરાભાઇ જોરાભાઇ તેમજ સમસ્ત ચાંગા ગ્રામજનો દ્વારા આયોજીત શ્રીમદ ભાગવદ કથા પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન ગઈ તા.૩૦-૦૩-૨૦૧૯ થી ૦૫-૦૪-૨૦૧૯ સુધી ચાલનારા આ કથા મહોત્સવમાં કથાના વકતા તરીકે આચાર્ય ગૌતમભાઇ-ખરડોલવાળા
પોતાના મુખારવિંદે પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે કથાના ચોથા દિવસે
તા.૦૨-૦૪-૨૦૧૯ ની રાત્રે શ્રીમદ ભાગવદ સપ્તાહ જ્ઞાનયજ્ઞ
પારાયણમાં ભવ્ય સંતવાણીનુ આયોજન કરાયું હતું. તેમાં ગુજરાતના નામાંકીત સાહિત્યકાર પરબતભાઇ રાવલ,કોકીલકંઠી લોકગાયિકા દેવિકાબેન રબારી તથા તેમની સંગીતના સાજીંદાની ટીમે તેમજ સાહિલ સાઉન્ડ ચાંગાના સથવારે ભજનો, લોકગીતો, ગરબા વગેરે રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સંતવાણી કાર્યર્ક્મમાં લોકો દ્વારા નોટોની દાનસ્વરુપે સરવાણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સોનગઢા ગોગા મહારાજધામ ચાંગા ભુવાજી ચેહરાભાઇ દેસાઇ તેમજ ગોગામહારાજ પરિવાર તથા સમસ્ત ચાંગા ગામના લોકો, આજુબાજુના ગામના લોકો ભાઇઓ, બહેનો, યુવાનો, બાળકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડાયરાની મોજ માણી હતી. કાર્યક્રમને ગામના દરેક લોકોએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.



Download Our B K News Today App



Related News