સરહદી વાવ તાલુકામાં શિક્ષણનું સ્તર કથળ્યું, જિલ્લા શિક્ષણાધિકારીનું મૌન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-12 11:34:13
  • Views : 451
  • Modified Date : 2019-07-12 11:34:13

સરહદી વાવ તાલુકાની યાત્રાધામ ઢીમાની પટેલવાસ પ્રાથમિક શાળામાં ૧ થી ૫ ધોરણમાં માત્ર એક જ શિક્ષક વચ્ચે શાળાના ૬૦થી પણ વધારે બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે એક જ શિક્ષક આચાર્ય અને શિક્ષક તરીકેની કામગીરીઓ સંભાળી રહ્યાં છે. ત્યારે બાળકોના અભ્યાસ પર માઠી અસર વર્તાઈ રહી છે.તો વળી સ્થાનિક લોકોએ વાવ
ટીપીઓ અને ટીડીઓને લેખિત રજૂઆત કરી છે અને આગમી અઠવાડિયામાં શિક્ષકોની ઘટ
પુરી કરવામાં નહિ આવે તો શાળાને તાળાબંધી કરીશું તેવું જેમલભાઈ પટેલે જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, વાવ તાલુકામાં શિક્ષકોની ઘટ, ઓરડાઓની ઘટ, જિલ્લા મથક પાલનપુરથી રોજનું ૩૦૦ કિમીનું અપડાઉન કરીને બાળકોને અભ્યાસ કરાવતાં શિક્ષકો સહિત અનેક કારણો શિક્ષણની નબળી ગુણવત્તા માટે જવાબદાર છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી આવાં શિક્ષકો સામે કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.યાત્રાધામ ઢીમાની પટેલવાસ પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક બાળકોને અભ્યાસ કરાવે છે.તો વળી વાવ પંથકમાં કથળેલાં શિક્ષણની પરિસ્થિતિને પહોંચી વળવા અને શિક્ષણનું સ્તર સુધરે એ માટે વાવ તાલુકા કેળવણી નિરીક્ષણને કોઈ રસ નથી. તો વળી વાવ તાલુકામાં શિક્ષણનું નબળું સ્તર સુધરે તે માટે પોતે જ જવાબદાર છે. ત્યારે સત્વરે યાત્રાધામ ઢીમાની પટેલવાસ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ પુરી કરે તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News